વધુ ફી વસૂલતી પ્રાઇવેટ સ્કૂલોને સરકારે આપ્યો ઝટકો, વાલીઓને શું થશે ફાયદો? જાણો

By: abpasmita.in | Last Updated: Monday, 1 January 2018 4:48 PM
વધુ ફી વસૂલતી પ્રાઇવેટ સ્કૂલોને સરકારે આપ્યો ઝટકો, વાલીઓને શું થશે ફાયદો? જાણો

ગાંધીનગરઃ રાજ્યમાં ખાનગી સ્વ-નિર્ભર શાળાઓમાં ફી નિયમન કાયદાના અમલીકરણને લઇને સરકારે કવાયત શરૂ કરી દીધી છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 2017-18 શિક્ષણ સત્રમાં કાયદા કરતા વધુ ફી વસૂલનારી સ્કૂલોએ વાલીઓને ફી પરત કરવાની રહશે અથવા સરભર કરવી પડશે.

સરકારે આ મુદ્દે રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઠક બોલાવી હતી. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ કાયદા વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીને હાઇકોર્ટે ફગાવી સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

First Published: Monday, 1 January 2018 4:48 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories