રૂપાણી સરકારે કરી મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કયા મંત્રીને મળ્યું કયું ખાતું ?

By: abpasmita.in | Last Updated: Thursday, 28 December 2017 11:53 PM
રૂપાણી સરકારે કરી મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કયા મંત્રીને મળ્યું કયું ખાતું ?

ગાંધીનગર: ગુજરાતમાં નવી રચાયેલી રૂપાણી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક ગુરૂવારે મોડી સાંજે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં યોજાઈ હતી. પાંચ વાગે યોજાનારી બેઠક ચાર કલાકના વિલંબ બાદ યોજાઈ હતી. આ  કેબિનેટ બેઠકમાં રૂપાણીના નવા મંત્રીમંડળના મંત્રીઓને વિવિધ ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે.પ્રદીપસિંહ જાડેજાને ગૃહવિભાગ અને જયેશ રાદડીયાને અન્ન અને પુરવાઠા ખાતુ ફરીથી સોંપાયુ છે.

નીતિન પટેલ પાસેથી મહત્વના બે ખાતા અન્યને સોંપાયા છે  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસેથી નાણાં ખાતુ લઈ સૌરભ પટેલને સોંપવામાં આવ્યું છે અને શહેરી વિકાસ ખાતું સીએમએ રૂપાણીએ પોતાના પાસે રાખ્યું છે. નીતિન પટેલે પત્રકાર પરિષદ બાદ પણ તેમણે મૌન પાળ્યું હતું. અને પત્રકાર પરિષદમાંથી વિદાય લીધી હતી. પરંતુ ખાતાની ફાળવણીથી કોઈ નારાજ ન હોવાને લઈ સીએમ એ પણ સ્પષ્ટતા કરતા કહ્યું તે ખાતાની ફાળવણીથી કોઈ નારાજ નથી.

1. મુખ્યમંત્રી વિજય રૂપાણી  

સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ શહેરી વિકાસ, બંદરો, ખાણ ખનિજ, માહિતી પ્રસારણ, પેટ્રોલિય, ક્લાયમેટ ચેન્જ, પ્લાનીગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, તમામ નીતિઓ અને કોઈ મંત્રીઓને ના ફાળવેલ હોય તેવી તમામ બાબતો

2. નાયબ મુખ્યમંત્રી  નિતિન પટેલ માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાણ કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા કલ્પસર, પાટનગર યોજના
કેબિનેટ મંત્રીઓને ફાળવવામાં આવેલા  ખાતા  
3. રણછોડભાઈ ફડદુ કૃષિ ગ્રામ વિકાસ, મત્સ્સય ઉદ્યોગ, પશુપાલન, વાહન વ્યવહાર
4. ભુપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પૌઢ) ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન
5. કૌશીકભાઈ પટેલ મહેસૂલ
6. સૌરભ પટેલ નાણા, ઉર્જા
7. ગણપતભાઈ વસાવા આદિવાસી વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ
8. જયેશભાઈ રાદડિયા અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકની બાબત, કુટીર ઉદ્યોગ, છાપ કામ અને લેખન સામગ્રી
9. દિલીપકુમાર ઠાકોર શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધાન વિકાસ
10. ઈશ્વરભાઈ પરમાર સામાજિક ન્યાય અને અધિકારિકતા (અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત)
રાજ્યકક્ષાના મંત્રીઓને  ફાળવેલા ખાતા 
11. પ્રદિપસિંહ જાડેજા  

ગૃહ, ઊર્જા, વૈદ્યાનિક અને સંસદીય બાબતો, કાયદો, ન્યાયતંત્ર (રાજ્યકક્ષા), પોલીસ હાઉસિંગ, બોર્ડર સિક્યોરિટી, સિવિલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો)

12. પરબતભાઈ પટેલ સિંચાઈ, પાણી પુરવઠા(સ્વતંત્ર હવાલો)
13. પરષોત્તમભાઈ સોલંકી મત્સ્ય ઉદ્યોગ
14. બચુભાઈ ખાબડ ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ,પશુપાલન, ગૌસંવર્ધન
15. જયદ્રથસિંહ પરમાર કૃષિ વિભાગ(રાજ્યકક્ષા), પંચાયત, પ્રર્યાવરણ(સ્વતંત્ર હવાલો)
16. ઈશ્વરસિંહ પટેલ સહકાર, રમત ગમત યુવક સાંસ્કૃતિક વિભાગ(સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર(રાજ્યકક્ષા)
17. આહિર વાસણભાઈ ગોપાલભાઈ સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ
18. વિભારવીબેન દવે મહિલા બાળ કલ્યાણ વિભાગ, શિક્ષણ(પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રા ધામ
19. રમણલાલ પાટકર વન અને આદિજાતી વિભાગ
20. કિશોર કાનાણીકુમાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ

 

First Published: Thursday, 28 December 2017 9:52 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories