ગુજરાતની 75 પાલિકાનું પરિણામ: ભાજપ અને કોંગ્રેસે કેટલી પાલિકાઓ કરી કબજે, જાણો વિગત

By: abpasmita.in | Last Updated: Monday, 19 February 2018 9:02 PM
ગુજરાતની 75 પાલિકાનું પરિણામ: ભાજપ અને કોંગ્રેસે કેટલી પાલિકાઓ કરી કબજે, જાણો વિગત

ગાંધીનગરઃ આજે ગુજરાતની 75 નગરપાલિકાનું પરિણામાં આવી ગયું છે. 75 પાલિકાઓમાંથી 47 પાલિકા પર ભાજપનો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસનો 16 બેઠક પર વિજય થયો છે. એનસીપી, બસપા સહિત અન્યએ 12 પાલિકાઓ પર કબ્જો મેળવ્યો છે. અમરેલીના જાફરાબાદ નગરપાલિકા સંપૂર્ણ પણે બિનહરિફ જાહેર થતાં ભાજપના ખાતામાં આવી હતી. કુલ 75 નગરપાલિકા પૈકી બીજેપીને 47, કોંગ્રેસને 16, 1 એનસીપી, 1 બહુજન સમાજ પક્ષ, 6 નગર પાલિકા મિશ્ર અને 4 નગર પાલિકા અપક્ષને મળી છે. ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ 75 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું.

 

– રાજકોટની ભયાવદર ન.પા પર કોંગ્રેસનો કબજો, કુલ 24માંથી કોગ્રેસ 15 અને ભાજપ 9 બેઠકો પર વિજયી.

– પાટણની રાધનપુર પાલિકા કોંગ્રેસના ભાગે આવી, 28 બેઠકોમાંથી 19 બેઠક સાથે સત્તા મેળવી.

– પાટણ જિલ્લાની 3 પાલિકા, ચાણસ્મા, હારીજમાં ભાજપ રાધનપુરમા કોંગ્રેસે સત્તા મેળવી.

– સાબરકાંઠાની ખેડબ્રહ્મા નગરપાલિકાના 7 વોર્ડના 28 બેઠકમાં 14 ભાજપ, 14 કોગ્રેસ વિજયી.

– બનાસકાંઠાની થરાદ નગરપાલિકાની કુલ 28 બેઠકમાંથી ભાજપ 12 અને કોંગ્રેસ 8, તથા અપક્ષે 8 બેઠકો પર કબજો જમાવ્યો.

– ભાવનગરની ગારિયાધાર નગરપાલિકામાં 28 બેઠકો, બીજેપી -14 અને કોંગ્રેસ -14 બેઠકો પર વિજયી.

– પોરબંદર જિલ્લાની છાયા પાલિકામાં કુલ 28 બેઠકમાંથી 12 ભાજપ અને કોગ્રેસ 12 વિજયી.

– રાણાવાવ પાલિકામાં 28માંથી 12 ભાજપ અને 8 એન.સી.પી.ના ફાળે.

– કુતીયાણા પાલિકામાં 24 બેઠકમાંથી 15 ભાજપ અને એન.સી.પી. 5 બેઠકો પર વિજયી.

– વડોદરાની કરજણ નગરપાલીકાના વોર્ડનંબર-3 માં આરએસપી પાર્ટીની ચાર બેઠક પર વિજય

– આણંદના કરમસદમાં ફરીથી ભાજપનો ભગવો લહેરાયો છે, ભાજપે 20 અને કોંગ્રેસે 4 પર વિજય મેળવ્યો છે.

– ભાવનગર જિલ્લાની તળાજા ન.પામાં 16 બેઠક પર ભાજપનો વિજય, 12 બેઠક પર કોંગ્રેસ

– દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા નગર પાલિકા ભાજપે ફરી કબ્જે કરી, કોંગ્રેસને એકપણ બેઠક ના મળી.

– દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ 3 ન.પા.માંથી ભાજપના ફાળે 2, કોંગ્રેસનો 1 પર કબ્જો

– ગીર સોમનાથની કોડીનાર પાલિકામાં 20 બેઠકોની ગણતરી પૂર્ણ, 19 પર ભાજપ અને 1 બેઠક પર કોગ્રેસનો વિજયી.

– વલસાડની પારડી નગરપાલિકામાં કોંગ્રેસ 14, ભાજપ 14ની જીત. બન્ને વચ્ચે ટાઇની સ્થિતિ.

– અમદાવાદની બાવળા નગરપાલિકામાં 28 બેઠકોમાંથી ભાજપના 20, કોંગ્રેસ 3, અપક્ષ 4,
અને બી.એસ.પી 1 બેઠક મળી.

– આણંદની ઓડ પાલિકા ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી.

– ઓડમાં 24માંથી 16 બેઠકો કોંગ્રેસે જીતી જ્યારે ભાજપને માત્ર 8 બેઠકો મળી.

– પાટણની ચાણસ્મા નગરપાલિકામાં વોર્ડ નંબર 5માં ભાજપ 4 અને કોંગ્રેસને એકપણ નહીં.

– જૂનાગઢની ચોરવાડ પાલીકામાં કોંગ્રસે કબજો જમાવ્યો, 24માંથી 17 કોંગ્રેસ અને 7 ભાજપના ફાળે આવી.

– અમરેલી જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો. જિલ્લામાં ત્રણ પાલિકા ભાજપના હાથમાં આવી.

– લાઠીમાં 21 ભાજપ અને 3 કોંગ્રેસ, રાજુલામાં 27 કૉંગ્રેસ અને 1 ભાજપ, ચલાલામાં 17 ભાજપ અને
7 કૉંગ્રેસનો વિજય થયો છે.

– બનાસકાંઠાની ધાનેરા ન.પાના વોર્ડ-3 કોંગ્રેસ 4 અને ભાજપ 0 પર.

– જામનગર, કાલાવડ નગરપાલિકાની 28 બેઠકોનું પરિણામ, ભાજપ 18 અને કોંગ્રેસ 10 ઉમેદવાર વિજયી થયા છે.

– ધરમપુર નગરપાલિકામાં ભાજપે 10 અને કોંગ્રેસે 6 બેઠકો પર વિજય મેળવ્યો છે. 8 બેઠક બાકી છે.

– નવસારી, બીલીમોરા નગરપાલિકા ચૂંટણી પરિણામ- 4 વોર્ડમાં 16 બેઠકમાંથી 10 પર ભાજપ અને 6 બેઠક પર અપક્ષે જીત મેળવી છે.

– નવસારી વિજલપર નગરપાલિકામાં કુલ 9 વોર્ડની મતગણતરી થઇ છે, 4 વોર્ડમાં ભાજપ 16 બેઠકો પર બાજી મારી છે, કોંગ્રેસને ખાતું પણ નથી ખોલાવ્યું.

– વડનગર નગરપાલિકા પર ભાજપે કબજો જમાવી દીધો છે, અહીં કુલ 5 વોર્ડ છે ેજેમાં ભાજપને 19 અને કોંગ્રેસ 01 બેઠક મળી છે.

– ધરમપુર નગરપાલિકામાં ભાજપ 10 અને કોંગ્રેસ 6 બેઠક પર આગળ છે જ્યારે અપક્ષે હજુ ખાતુ નથી ખોલાવ્યું. 8 બેઠકો હજુ ગણતરીમાં બાકી છે.

-કોડીનાર નગરપાલિકાની 28 બેઠકમાંથી 24 બેઠક પર બીજેપી વિજય, 4 બેઠક કોંગ્રેસ નો વિજય

-અમરેલી  જિલ્લાની ચલાલા નગરપાલિકામાં ભાજપ 13 અને કોગ્રેસ સાત બેઠક પર વિજય

– જામનગરના કાલાવડ નગરપાલિકા પર ફરીથી ભાજપનો કબજો. ભાજપે 28 માંથી 18 બેઠકો પર કબજો કર્યો જ્યારે કોગ્રેસને 10 બેઠકો મળી.

-તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા વોર્ડ નંબર 5માં 4 બેઠકો પર ભાજપનો વિજય

-આણંદમાં તમામ 6 વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય. ભાજપને સંપૂર્ણ બહુમતી. કોગ્રેસ ખાતુ પણ ન ખોલાવી શકી

-નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકા વોર્ડ નંબર ૩માં ભાજપનો વિજય

-નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં બીજેપી 1 અને અપક્ષ 3 બેઠક પર વિજયી

-સાબરકાંઠાની ખેડબ્રહ્મા નગરપાલિકાના વોર્ડ નં-3માં કોગ્રેસને 3 અને ભાજપને એક બેઠક મળી

-લાઠી નગરપાલિકામાં ભાજપે 12 બેઠક જ્યારે કોગ્રેસને એક પણ બેઠક ન મળી.

-રાજુલા નગરપાલિકામાં કોગ્રેસે 12 બેઠક અને ભાજપને એક પણ બેઠક મળી નહોતી.

-રાપર નગરપાલિકામાં ભાજપે 15 અને કોગ્રેસે 13 બેઠક પર વિજય મેળવ્યો

-સલાયા નગરપાલિકાની 28 બેઠકમાંથી કોગ્રેસે 24 અને ભાજપે ચાર બેઠક પર વિજય મેળવ્યો

-ભાવનગર જિલ્લાની તળાજા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમા ભાજપના 4 ઉમેદવારો જીત

-સાબરકાંઠા પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નં-3 ભાજપ 3 અને અપક્ષ એકમાં વિજેતા

First Published: Monday, 19 February 2018 8:28 AM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
View More »

Related Stories