શપથવિધિ દરમિયાન વાહનો માટે નૉ એન્ટ્રી, કર્મચારીઓ પણ નહીં લાવી શકે વાહન

By: abpasmita.in | Last Updated: Monday, 25 December 2017 10:03 AM
શપથવિધિ દરમિયાન વાહનો માટે નૉ એન્ટ્રી, કર્મચારીઓ પણ નહીં લાવી શકે વાહન

ગાંધીનગરઃ આવતીકાલે મંગળવારે રાજ્યમાં સતત છઠ્ઠીવાર ભાજપની સરકાર બનાવવા માટે શપથવિધિ સમારોહ યોજાવવાનો છે. આ દરમિયાન એક તઘલખી નિર્ણય લેવાયો હોવાની સામે આવ્યુ છે. કહેવાઇ રહ્યું છે કે, શપથવિધિ સમારોહમાં દરેક પ્રકારના ખાનગી વાહનો પર રોક લગાવવામાં આવી છે, એટલું જ નહીં સચિવાલયના કર્મચારીઓને પણ વાહનો લાવવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

 

ઉલ્લેખનીય છે કે, સચિવાલયમાં સવારે 11 વાગ્યાથી શપથવિધા સમારોહ શરૂ થઇ જશે, જે દરમિયાન કોઇપણ વ્યક્તિ વાહન સાથે પ્રવેશી શકશે નહીં. જોકે, ખાનગી વાહનો આજુબાજુના વિસ્તાર કે ટાઉનહૉલમાં પાર્ક કરી શકાશે.

 

ગાંધીનગરમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ધારાસભ્યોનો શપથ લેશે.

First Published: Monday, 25 December 2017 10:03 AM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories