અક્ષરધામ મંદિરમાં PM મોદી બોલ્યા ‘પુજ્ય મંહત બાપા હાથ પકડે પછી મારે ચિંતા શું’

By: abpasmita.in | Last Updated: Thursday, 2 November 2017 8:16 PM
અક્ષરધામ મંદિરમાં PM મોદી બોલ્યા ‘પુજ્ય મંહત બાપા હાથ પકડે પછી મારે ચિંતા શું’

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગાંધીનગરના અક્ષરઘામ મંદિર રજત જયંતિ કાર્યક્રમમાં હાજરી આપવા માટે  આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે મયૂર દ્વારનું ઉદ્ઘાટન કર્યું છે અને નીલકંઠવર્ણી મૂર્તિનો જલાભિષેક કર્યો છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ રાજભવન ગયા હતા , જ્યાં ટૂંકુ રોકાણ કર્યા બાદ તેઓ અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. અક્ષરધામ મંદિર ખાતે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, પ્રમુખ સ્વામીએ માત્ર ઈમારતરૂપ મંદિરો નથી બનાવ્યા, સામાજિક ચેતનાના કેંદ્રો ઉભા કર્યા છે. પ્રમુખ સ્વામીજીને યાદ કરીને પ્રધાનમંત્રી ભાવુક થયા હતા.

પીએમ મોદીએ કહ્યું, બાપાએ દુનિયાના ખુણે ખુણામાં 1200 મંદિરો બનાવડાવ્યા છે. સમજણો થયો ત્યારથી પ્રમુખ સ્વામી મહારાજ સાથે જોડાયેલો છું. મંદિરમાં આવનાર પર્યટક ભક્ત બનીને બહાર જાય છે.  પ્રમુખ સ્વામી સાથે મારી ઘણી નીકટતા હતી. પીએમ મોદીએ કહ્યું,  પુજ્ય મંહત બાપા હાથ પકડે પછી મારે ચિંતા શું.  મંદિરમા આધુનિકતા અને આધ્યાત્મનો સુભગ સમનવ્ય. કોઇપણ અક્ષરધામ મંદિરમાં જાઓ તો પ્રત્યેક પથ્થર બોલતો હોય છે. સ્વામિનારાયણ મંદિરમાં શાંતિ અનુભવાય છે.  પ્રમુખ સ્વામી મહારાજે 1200 મંદિરો બનાવ્યા.

પીએમ મોદીના આગમનને લઈને અક્ષરધામ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અક્ષરધામ મંદિરમાં વિવિધ કાર્યક્રમનોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી નારાયણ સંપ્રદાયનું અક્ષરધામ મંદિર 1992માં તૈયાર થયું હતું.

First Published: Thursday, 2 November 2017 7:20 PM

ટોપ ફોટો

વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
View More »

Related Stories

CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય’
CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં...

ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ ડેટ ભલે પાછી ખસેડવામાં