સાળાની હત્યા બાદ આરોપી મિનેષ પટેલ તુરંત જ ભરોડા ગયો હતો અને તેના ગુમ થયાની જાણ કરી હતી. વધુમાં તેણે નાના સાળા સાથે તેને શોધવાનું નાટક પણ કર્યું હતું. આખરે, ગત આઠમીના રોજ તેણે આણંદ શહેર પોલીસ સ્ટેશને જઈને સામરખા ચોકડીથી મોટા સાળો ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.