સુરતઃ સારોલી રોડ પર ટ્રક પલટી જતાં 4નાં મોત, બોનેટ કાપી લાશ બહાર કાઢવામાં આવી

By: abpasmita.in | Last Updated: Sunday, 10 December 2017 10:31 AM
સુરતઃ સારોલી રોડ પર ટ્રક પલટી જતાં 4નાં મોત, બોનેટ કાપી લાશ બહાર કાઢવામાં આવી

સુરતઃ પુણા સારોલી રોડ પર ગાઢ ધુમ્મસના કારણે રવિવારે સવારે 6 કલાકની આસપાસ ટ્રક પલટી મારી ગઈ હતી. જેમાં ટ્રકમાં સવાર 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે અન્ય છ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. એક્સિડન્ટ એટલો ગંભીર હતો કે, મૃતદેહોને બહાર કાઢવા અને ટ્રકને હટાવવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી.

પુણા કુંભારીયા રોડ પર સારોલી નજીક આવેલી ટેક્સટાઇલ માર્કેટ સામે 10 ટન ભૂસું ભરેલી ટ્રક પલ્ટી મારી ગઈ હતી. જેથી ટ્રકનું બોનેટ ડિવાઈડર પર પડતા બોનેટ ચિરાઈ ગયું હતું. ટ્રકના બોનેટમાં બેસેલા 1 મહિલા સહીત 4ના મોત થયાં હતાં. ડ્રાઇવર ઇકબાલ શેખ સહીત 6ને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ઇકબાલની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, ફાયરના જવાનોએ કટરથી બોનેટ કાપી 4 લાશ બહાર કાઢી હતી.

પુણા સારોલી રોડ પર ગાઢ ધુમસના કારણે ટ્રક ધડાકાભેર પલટી મારી ગઈ હતી. મહારાષ્ટ્ર પાસીંગની ટ્રક (એમએચ 18 એમ 2382) મહારાષ્ટ્રથી સુરત આવી રહી હતી.

First Published: Sunday, 10 December 2017 10:30 AM

ટોપ ફોટો

નોટબંધીનો વિરોધ કરનાર આ વ્યક્તિ બેંક ઓફ ઇંગ્લેન્ડના બની શકે છે ગવર્નર, RBIના પણ રહી ચુક્યા છે ગવર્નર, જાણો વિગત
કઈ ફિલ્મે Box Officeનાં તોડ્યા તમામ રેકોર્ડ, મહેશ બાબૂએ ખૂશ થઈને કોને કરી KISS! જાણો વિગત
સલમાન બાદ કોર્ટે વધુ એક એકટરને ફટકારી સજા, અગાઉ પણ જઈ આવ્યો છે જેલમાં, જાણો વિગત
View More »

Related Stories