જિલ્લા પંચાયત ચૂંટણી ટાણે જ બનાસકાંઠા ભાજપમાં ભંગાણ, ક્યો નેતા જોડાયો કોંગ્રેસમાં ? જાણો વિગત

By: abpasmita.in | Last Updated: Tuesday, 13 February 2018 9:39 PM
જિલ્લા પંચાયત ચૂંટણી ટાણે જ બનાસકાંઠા ભાજપમાં ભંગાણ,  ક્યો નેતા જોડાયો કોંગ્રેસમાં ? જાણો વિગત

બનાસકાંઠા:  જિલ્લા પંચાયતની ચુંટણી પહેલા બનાસકાંઠા જિલ્લામાં ભાજપમાં મોટુ ગાબડુ પડ્યુ છે. બનાસકાંઠા ભાજપના જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર જોશી વિધિવત રીતે પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોગ્રેસનો ખેસ પહેરીને કોગ્રેસમાં જોડાયા છે. કોગ્રેસમાં જોડાતાની સાથે જ રાજેન્દ્ર જોશીએ ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા.

રાજેન્દ્ર જોશીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે વારંવાર જુઠ્ઠુ બોલવાની આદતથી ભાજપ ટેવાઇ ગયેલી છે. વર્ષ 2015 અને વર્ષ 2017 માં બનાસકાંઠામાં આવેલા પુરમાં પણ ભાજપે મદદ કરવાના સ્થાને રાજનિતી કરીને પ્રજાને મુદ્દા પરથી ભટકાવવાનો પ્રયાસ કર્યો. રાજેન્દ્ર જોશી કોગ્રેસમાં જોડાતા ભરતસિંહ સોલંકીએ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચુંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે..

જણાવી દઈએ કે બે જિલ્લા પંચાયત બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે.   આ તમામ જગ્યાએ 21મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.

 

 

First Published: Tuesday, 13 February 2018 9:39 PM

ટોપ ફોટો

PHOTOS: અર્જૂન કપૂરની બહેન સહિત આ સેલેબ્સ પહોંચ્યા અનિલ કપૂરના ઘરે
UAEના અખબાર ખલીજ ટાઈમ્સનો દાવો, ‘બાથટબમાં બેભાન પડી હતી શ્રીદેવી’
જાણો, શા માટે શ્રીદેવીના શબની થઈ રહી છે ફોરન્સિક તપાસ....
View More »

Related Stories