2019ની તૈયારીમાં કૉંગ્રેસ, ગુજરાતના 10 ધારાસભ્યો દિલ્લીમાં, રાહુલ ગાંધીએ વન ટુ વન કરી બેઠક

By: abpasmita.in | Last Updated: Thursday, 22 February 2018 7:32 PM
2019ની તૈયારીમાં કૉંગ્રેસ, ગુજરાતના 10 ધારાસભ્યો દિલ્લીમાં, રાહુલ ગાંધીએ વન ટુ વન કરી બેઠક

નવી દિલ્લી: 2019ની લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના 10 ધારાસભ્યોને દિલ્લીથી તેડુ આવ્યું હતું, આજે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યોએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોમાં કુવરજી બાવળીયા, પૂંજાભાઈ વંશ, અલ્પેશ ઠાકોર, અશ્વિન કોટવાલ અને હિંમતસિંહ સહિતના 10 લોકો આજે દિલ્હી પહોંચ્યા હતા. આ તમામ ધારાસભ્યોએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વન ટુ વન મુલાકાત કરી હતી.

આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અમિત ચાવડા, અશ્વિન કોટવાલ, પુંજા વંશ, કુંવરજી બાવળિયા, આનંદ ચૌધરી, માનસિંહ ડોડિયા, નૌશાદ સોલંકી સહિતના ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા.

રાહુલ ગાંધી સાથેની આ મુલાકાતમાં રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ, આગામી લોકસભાની ચૂંટણી અંગેની રણનીતિ ઘડવા અને કોંગ્રેસના સંગઠનમાં શું ફેરફાર કરવો તેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત પણ હાજર રહ્યાં હતા.

First Published: Thursday, 22 February 2018 7:32 PM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
View More »

Related Stories