અમદાવાદ: ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને પણ ગુજરાતમાં ભાજપની જીત થઈ હતી. જ્યારે હવે આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો અરુણ જેટલી, મનસુખ માંડડિયા તથા પરષોત્તમ રૂપાલા સહિત વધુ એક ભાજપના સાંસદ શંકર વેગડની ટર્મ બીજી એપ્રિલે રાજ્યસભામાં પૂરી થઈ રહી છે.