સુરતઃ ભરૂચના નબીપુર પાસે જાનૈયાની બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના ચાર સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પુત્રના લગ્ન કરી પરત ફરતા પરિવારની નવવધૂ, પિતા અને માતા સહિત પાંચને કાળ ભેટી ગયો હતો.
સુરતના પરવત પાટીયા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા મુળ અમરેલીના વતની તુલસી ભદ્રેશ્વરા પરિવાર સાથે રહેતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. સંજય કાપડ માર્કેટમાં દલાલી કરે છે. સંજય પરિવારનો એકનો એક સંતાન હતો. 4 મહિના પહેલાં જ સંજયની સૌરાષ્ટ્રના દ્વારકા ખાતે રહેતા હસમુખભાઈની બીકોમ થયેલી દીકરી હેમાલી સાથે થઈ હતી. 4 ડિસેમ્બરના રોજ બન્નેના લગ્ન કરવામાં આવ્યા હતા.
4 ડિસેમ્બરના રોજ ભદ્રેશ્વરા પરિવાર જાન લઈને દ્વારકા પહોંચ્યો હતો અને સાંજે 6 વાગ્યે વિદાય આપી હતી. દરમિયાન નવયુગલ સંસારની શરૂઆત કરે તે પહેલાં એક્સિડન્ટમાં નવવધૂ, માતા અને પિતા સહિત પાંચના મોત નિપજ્યાં હતા.
બસ અને ટ્રકના આ અકસ્માતમાં 15 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. લગ્ન કરીને પોતાના સાસરે જઈ રહી હતી જોકે નવવધૂની અંતિમ તસવીરો સામે આવી છે. જેમાં નજીકના પરિવારજનો પણ જોવા મળ્યા હતાં. આ અકસ્માતમાં સાસુ-સસરાનું પણ મોત નિપજ્યું હતું.
સુરતના પરવત પાટિયા વિસ્તારમાં રહેતો ભદ્રેશ્વરા પરિવારના પુત્રના લગ્ન દ્વારકા કરવા માટે પહોંચ્યા હતા. સાંજે 6 વાગ્યે વિદાય થયા બાદ નવયુગલ સહિત પરિવાર બસમાં સવાર થઈ નીકળ્યો હતો. આ દરમિયાન ભરૂચના નબીપુર બ્રિજને ક્રોસ કરીને સાહેલ હોટલ પાસે રેતી ભરેલી ટ્રક પંક્ચર હાલતમાં ઊભેલી હતી.
ભારે ધૂમ્મસ હોવાના કારણે બંધ પડેલી ટ્રકને બસ ડ્રાઈવરને નજરે પડી ન હતી. જેથી બસ ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. જેથી ડ્રાઇવર સાઈડનો બસનો ભૂક્કો બોલી ગગયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 5 લોકોનાં મોત નિપજ્યાં હતાં.
બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં પરિવારની નવવધૂ, પિતા અને માતા સહિત પાંચના મોત થયા હતાં. જેમાં હેમાલી સંજય ભદ્રેશ્વરા (નવવધૂ), તુલસી ભદ્રેશ્વરા (સસરા), ગીતા ભદ્રેશ્વરા (સાસુ), મહેશ ભેઠા (ફુઆ) અને ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું.