ભિલોડામાં ભાજપના પદાધિકારીઓએ જ મને હરાવ્યોઃ બરંડાનો બળાપો

By: abpasmita.in | Last Updated: Thursday, 21 December 2017 10:06 AM
ભિલોડામાં ભાજપના પદાધિકારીઓએ જ મને હરાવ્યોઃ બરંડાનો બળાપો

ગાંધીનગરઃ ભાજપે વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઉતારેલા પી.સી.બરંડા હવે પાર્ટી કાર્યકારો સામે બળાપો કાઢી રહ્યાં છે. બંરડાએ બળાપો કાઢતા કહી રહ્યાં છે કે મને ભાજપના કાર્યકર્તાઓએ જ હરાવ્યો છે.

 

રિટાયર્ડ આઇપીએસ પૂનમભાઇ છગનભાઇ બરંડાએ ભિલોડા મતવિસ્તારના ભાજપના પાંચ હોદ્દેદારોએ મને હરાવ્યો હોવાની ફરિયાદ પાર્ટી સમક્ષ કરી છે. તેમને અરવલ્લી પ્રમુખને પત્ર લખીને આ બળાપો છેક પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સમક્ષ ઠાલવ્યો છે.

 

ભિલોડા બેઠક પરથી બરંડા હાર્યા

ભાજપે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવાર અને આદિવાસી સમાજના અગ્રણી ગણાતાં એવા પી.સી.બરંડા (પૂર્વ આઇપીએસ) ઉપર પસંદગી ઉતારી તેમને મેદાને ઉતાર્યા હતા. જોકે, પીસી બરંડા સામે કોંગ્રેસની ઉમેદવાર અનિલ જોષીયારાની જીત થઇ છે. આ હારને લઇને પીસી બરંડાએ ભાજપના જ કાર્યકરો અને પદાધિકારીઓ પર આક્ષેપ કર્યો છે.

 

Baranda 02

 

આ લોકો સામે કર્યો બરંડાએ આક્ષેપ
– નિલાબેન મડીયા (ઉપપ્રમુખ અરવલ્લી જિલ્લો)
– હસમુખ મડીયા (સક્રીય કાર્યકર)
– રાજુભાઇ નિનામા ( જિલ્લા કારોબારી સભ્ય)
– જયવંતીકાબેન ડામોર ( મહામંત્રી જિલ્લા મહિલા મોરચો, ડિરેક્ટર વનવિકાસ)
– બલવંતભાઇ ભોઇ (ઉપપ્રમુખ અનુ.જનજાતિ મોરચો અરવલ્લી)

First Published: Thursday, 21 December 2017 10:06 AM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories