ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં જ 1,127 પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે મંગળવારે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પોતાના સમર્થિત ઉમેદવારને વધુ વોટ મળ્યાં હોવાનો દાવો કરી રહ્યા છે. રાજ્યમાં 1,423 ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર થઈ હતી જે પૈકી 1,127માં ચૂંટણી યોજાઈ હતી જ્યારે બાકીની પંચાયતો સમરસ જાહેર થઈ હતી. જેમાં મંગળવારે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી.