બનાસકાંઠા જિલ્લા પંચાયત પર કોંગ્રેસનો કબ્જો, ભાજપને કેટલી બેઠકો મળી, જાણો વિગત

By: abpasmita.in | Last Updated: Friday, 23 February 2018 4:38 PM
બનાસકાંઠા જિલ્લા પંચાયત પર કોંગ્રેસનો કબ્જો, ભાજપને કેટલી બેઠકો મળી, જાણો વિગત

ગાંધીનગરઃ ગુજરાતની બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા પાંચ જિલ્લા પંચાયતના પાંચ મતદાર મંડળો અને 25 તાલુકાઓના 28 મતદાર મંડળો પર પેટા ચૂંટણી માટે 21 ફેબ્રુઆરી મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવી ગયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત પર કોંગ્રેસે કબ્જે કરી હતી જ્યારે ખેડા જિલ્લા પંચાયત ભાજપના ફાળે આવી હતી. જિલ્લા પંચાયતમાં જીત બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

બે જિલ્લા પંચાયતોમાં બનાસકાંઠા જિલ્લાની 66 સીટો અને ખેડા જિલ્લાની 44 સીટો પર મતદાન યોજાયું હતું જેની મતગણતરી ચાલુ છે. તેમાંથી બનાસકાંઠા જિલ્લાની એક સીટ બિનહરિફ થઈ છે. બે જિલ્લા પંચાયતોમાં ભાજપના 109, કોંગ્રેસના 108, અન્ય પક્ષના 8 અને 48 અપક્ષ ઉમેદવારો સહિત કુલ 273 ઉમેદવારો મેદાનમાં છે. જેમનું આજે ભાવિ નક્કી થશે.

17 તાલુકા પંચાયતની 434 મતદાર મંડળોમાં ભાજપના 427 ઉમેદવાર, કોંગ્રેસના 426, અન્ય પક્ષના 25 ઉમેદવાર અને 127 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. જેમનું ભાવિ આજે નક્કી થશે. આ ચૂંટણી દરમિયાન 58 ચૂંટણી અધિકારીઓ, 143 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 7,169 પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની પરિણામ

– ખેડા જિલ્લા પંચાયતની મહીજ બેઠક પર ભાજપની જીત
– કાંકરેજ જિલ્લા પંચાયતની કંબોઈ સીટ પર કોંગ્રેસનો વિજય
– દાંતા જીલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય
– દાંતા: જીલ્લા પંચાયતની કુલ પાંચ બેઠકમાંથી બે બેઠક કોંગ્રેસના ફાળે
– ખેડા જિલ્લા પંચાયતની માતર તાલુકાની લીંબાસી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત
– બનાસકાંઠા જિલ્લા પંચાયતની અત્યાર સુધીમાં 3 કોંગ્રેસ અને માત્ર 1 ભાજપના ફાળે

તાલુકા પંચાયતનું પરિણામ

– દાંતા તાલુકા પંચાયતમાં ખંડોર ઉમરી બેઠકમાં નિશાનોના પગલે થયેલી ગડબડી, જેનું ફેર મતદાન થયેલ જેમાં ભાજપનો ઉમેદવાર વિજય
– વાવની ગોલગામ તાલુકા પંચાયત કોંગ્રેસનો વિજેતા
– ડીસા તાલુકા ની વરણ તાલુકા પંચાયત ભાજપ ના ફાળે
– ગાંધીનગર તાલુકા પંચાયતની 6 બેઠકોનું પરિણામ જાહેર, 4 ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસનો વિજય 
– કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપ 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત
– ડીસા તાલુકા પંચાયતની ટેંટોડા બેઠક ભાજપના ફાળે
– ધાનેરા તાલુકા પંચાયતની હડતા સીટ પર કોંગ્રેસ વિજેતા
– ડીસા તાલુકા પંચાયતની કંસારી બેઠક ભાજપના ફાળે
– કઠલાલ તાલુકા પંચાયતની ચરેડ બેઠક પર કોંગ્રેસ અને ભરકુંડા પર ભાજપનો વિજય
– અમીરગઢ તાલુકા પંચાયતની આવલ સીટ પર ભાજપના ઉમેદવારનો વિજય
– વાવ તાલુકા પંચાયતની ગોલગામ સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય
– વડગામ તાલુકાની છાપી તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે
– ડીસાના રામસણ તાલુકા પંચાયતની બેઠક કોંગ્રેસના ફાળે
– દિયોદર તાલુકા ની સુરાણા તાલુકા પંચાયત ભાજપ ના ફાળે
– થરાદ તાલુકાની ચાંગડા બેઠક પર કોંગ્રેસનો વિજય
– અમરેલીના ધારી તાલુકા પંચાયતની દિતલા બેઠક ઉપર કોંગ્રેસના વિજય
– ધાનેરા તાલુકા પંચાયતની જાડી બેઠક ભાજપના ફાળે
– ડીસા તાલુકા પંચાયતની ભડથ બેઠક ભાજપનો વિજય
– સુરતના માંડવી તાલુકા પંચાયતની ઘંટોલી બેઠક ભાજપના ફાળે
– ડીસા તાલુકાની જેરડા સીટ પર કોંગ્રેસના ઉમેદવારની જીત
– પાલનપુર તાલુકા પંચાયતની ચંડીસર બેઠક પર ભાજપનો વિજય
– કઠલાલ તા.પંચાયતની ભાનેર બેઠક પર કોંગ્રેસનો વિજય
– અમરેલી-ધારી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત
– થરાદ તાલુકાની ઈટાઢા તાલુકા પંચાયતની બેઠક ભાજપના ફાળે
– દાંતીવાડા તાલુકા પંચાયતની ભાખર સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય
– વડગામ તાલુકા પંચાયતની બાવળચૂડી સીટ પર ભાજપના ઉમેદવારનો વિજય
– અમીરગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપના પાયલબેન મોદીનો વિજય
– ડીસા તાલુકા પંચાયતની બાઈવાડા સીટ પર ભાજપ વિજેતા
– ધાનેરા તાલુકાની જડિયા તાલુકા પંચાયત સીટ પર અપક્ષ
– ધાનેરા તાલુકા પંચાયતની નેનાવા સીટ પર ભાજપ વિજેતા
– અમરેલીના કુંકાવાવ તાલુકા પંચંયાત બેઠક પર ભાજપની જીત
– અમીરગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપના ઉમેદવારની જીત
– ગાંધીનગરના અડાલજ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસની જીત
– ડીસા તાલુકા પંચાયતની બાઈવાડા સીટ પર ભાજપ વિજેતા
– ધાનેરા તાલુકાની જડિયા તાલુકા પંચાયત સીટ પર અપક્ષની જીત
– ધાનેરા તાલુકા પંચાયતની નેનાવા સીટ પર ભાજપ વિજેતા
– ડીસા તાલુકા પંચાયતની પેછડાલ સીટ પર ભાજપના ઉમેદવારનો વિજય
– અંબાજી તાલુકા પંચાયતની બે બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત
– કપડવંજ તાલુકા પંચાયત અલવા બેઠક ઉપર ભાજપનો વિજય
– દિયોદર તાલુકા પંચાયતની એક બેઠક કોંગ્રેસના ફાળે
– પાલનપુર તાલુકા પંચાયતની ખોડલા અને ચડોતર સીટ પર ભાજપ જીત
– ખેડાની હરિયાળા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટાયા
– કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપને 2 બેઠકો મળી
– પાલનપુર તાલુકા પંચાયતની ભુતેડી સીટ પર કોંગ્રેસની જીત
– ખેડા તાલુકાની હરિયાળા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત
– ડીસા તાલુકા પંચાયતની જેરડા સીટ કોંગ્રેસના ફાળે
– દાંતા તાલુકા પંચાયતની એક બેઠક ભાજપના ફાળે
– ભાભર તાલુકા પંચાયતની એક બેઠક કોંગ્રેસના ફાળે

First Published: Friday, 23 February 2018 9:29 AM

ટોપ ફોટો

DySP મંજિતા વણઝારાની આજે છે Marriage Anniversary, આવો હતો માહોલ
સુરતઃ જયપુરમાં મિત્રે રખાત રાખેલી યુવતીને હર્ષ હવસ સંતોષવા સુરત લાવ્યો, તેની સાથે રોજ બાંધતો શારીરિક સંબંધ ને......
વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરનો ‘તમાશો’, BSF સામે કરી ઉકસાવવા વાળી હરકત
View More »

Related Stories