ગાંધીનગર-અમદાવાદમાં કમોસમી વરસાદ, અમૂક વિસ્તારોમાં ફોરા પડ્યા

By: abpasmita.in | Last Updated: Monday, 11 December 2017 9:21 AM
ગાંધીનગર-અમદાવાદમાં કમોસમી વરસાદ, અમૂક વિસ્તારોમાં ફોરા પડ્યા

અમદાવાદઃ ફરીથી એકવાર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સોમવારે સવારે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં વહેલી સવારે કરા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ગાંધીનગર અને એસજી હાઇવે પરના અમૂક વિસ્તારોમાં કમોસમી વરસાદનું ઝાપટું પડ્યુ હતું, કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યા હોવાની માહિતી પણ મળી છે.

 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડાક દિવસોમાં રાજ્ય ઓખી વાવાઝાડાની અસર દેખાઇ રહી છે. જેના કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થઇ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ઓખી વાવાઝોડું મંગળવારે સાંજે 7 કલાકે સુરતથી 270 કિમી દૂર પહોંચ્યું હતું. વાવાઝોડાને કારણે દરિયામાં પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની છે. વાવાઝોડું ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં હોવાથી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી હતી. વાવાઝાડાને કારણે રાજ્યમાં 115 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બરમાં વરસાદ પડ્યો છે.

First Published: Monday, 11 December 2017 9:21 AM

ટોપ ફોટો

બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ: પાકિસ્તાનને હરાવી ભારત સતત બીજી વખત બન્યું વિશ્વ ચેમ્પિયન
આનંદીબેનનો અભિવાદન સમારોહ યોજાયો, શુભેચ્છકોનો આભાર માનતા બેન થયા ભાવુક
ગુજરાતના મલ્ટીપ્લેક્ષ થિયેટરોમાં ‘પદ્માવત’ફિલ્મ નહીં થાય રીલિઝ, જાણો કારણ
View More »

Related Stories

U-19 WC: ગ્રુપ-બીની અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય, ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું
U-19 WC: ગ્રુપ-બીની અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય, ઝિમ્બાબ્વેને 10...

નવી દિલ્હીઃ અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ શુક્રવારે પોતાના