નોટબંધી-GSTથી દેશનું અર્થતંત્ર ખાડે ગયું: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ

By: abpasmita.in | Last Updated: Tuesday, 7 November 2017 2:19 PM
નોટબંધી-GSTથી દેશનું અર્થતંત્ર ખાડે ગયું: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ

અમદાવાદ: નોટબંધીને આવતી કાલે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદ આવેલા પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહે 8મી નવેમ્બરને દેશના અર્થતંત્ર અને લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો હતો. પૂર્વ વડાપ્રધાને મોદી સરકાર પર ચાબખા મારતા કહ્યું હતું કે, નોટબંધીમાં ઘાટ કરતા ઘડામણ મોંઘી જેવો ઘાટ થયો છે. દુનિયામાં ક્યાંય અત્યાર સુધી કુલ ચલણની 86 ટકા વેલ્યૂની નોટો રદ્દ નથી કરાઈ. મનમોહને 500-1000ની નોટો બંધ કરી તેનાથી મોટી વેલ્યૂની 2000 રુપિયાની નોટ ચલણમાં લાવવા પર પણ સવાલ ઉઠાવ્યો હતો. જીએસટી પર પણ આકરા પ્રહાર કરતા મનમોહને કહ્યું હતું કે, જીએસટી લાગુ થયા બાદ નોટબંધી બાદ સર્જાઈ હતી તેવી અંધાધૂંધી ફરી સર્જાઈ.

મનમોહનને જણાવ્યું હતું કે, પીએમ મોદીએ જ્યારે નોટબંધીની જાહેરાત કરી ત્યારે મને આશ્ચર્ય થયું કે તેમને આવી સલાહ કોણે આપી હશે? પીએમ મોદી પર સીધો આક્ષેપ કરતા મનમોહને કહ્યું હતું કે, પીએમે આટલો મોટો નિર્ણય લેતા પહેલા ગરીબોનો જરાપણ વિચાર ન કર્યો. નોટબંધીને કારણે દેશમાં 100 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, લોકોને પોતાની નોકરીઓ ગુમાવવી પડી. નોટબંધીથી નકલી નોટ પર કાબૂ મેળવવાનો, આતંકીઓને ફંડિંગ અટકાવવાનો, બ્લેક મની પર કાબૂ મેળવવા જેવું કશુંય ન થઈ શક્યું.

મનમોહન સિંહે કહ્યું, નોટબંધીને કારણે જીડીપીનો દર અઢી ટકા જેટલો ઘટી ગયો. જીડીપીનો ઘટાડો દેશને કેટલામાં પડ્યો તેની ગણતરી સમજાવતા મનમોહને જણાવ્યું હતું કે, જીડીપી જો એક ટકો ઘટે તો અર્થંતંત્રને 1.5 લાખ કરોડ રુપિયાનું નુકસાન થાય છે

First Published: Tuesday, 7 November 2017 2:19 PM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી