‘દ્વારકામાં બનશે દેશની પ્રથમ મરીન ઈન્સ્ટિટ્યૂટ’: ભાષણમાં મોદીએ બીજું શું કહ્યું?

By: abpasmita.in | Last Updated: Saturday, 7 October 2017 1:03 PM
‘દ્વારકામાં બનશે દેશની પ્રથમ મરીન ઈન્સ્ટિટ્યૂટ’: ભાષણમાં મોદીએ બીજું શું કહ્યું?

દ્વારકા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર એરપોર્ટથી દ્વારકા પહોંચ્યા હતાં. જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા અને પાદુકાનું પૂજન પણ કર્યું હતું. જ્યારે શીશ ઝૂકાવીને આરતી ઉતારીને પૂજા કરી હતી. જોકે મહત્વની વાત એ છે કે દાન પેટીમાં નરેન્દ્ર મોદીએ દાન કર્યું હતું. જ્યારે મંદિરની બહાર આવતાં જ મોદીને મળવા માટે લોકો દોડી આવ્યા હતાં જ્યાં મોદી તમામને હાથ મીલાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓખા-બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામનારા સિગ્નેચર બ્રિજના ખાતમુહૂર્ત કર્યું હતું. આ બ્રિજ બનાવવાની મંજૂરી ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકારે આપી હતી.

નોંધનીય છેકે આ દેશનો પહેલો સૌથી મોટો ઝૂલતો પુલ હશે તેમ જ ગુજરાતનો પહેલો સી લિંક બ્રિજ હશે. આ બ્રિજ બનાવવાની કામગીરી 30 મહિનામાં પૂર્ણ કરી દેવાનું સરકારનું આયોજન છે. જેનું ખાતમુર્હૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્યું હતું. આ દ્વારકા ખાતે વર્ષે 20 લાખથી વધુ યાત્રાળુઓ બેટ દ્વારકાના દર્શને આવે છે. ઉપરાત સ્થાનિક 8 હજાર રહીશોને દ્વારકાથી ઓખા જવા માટે ફરજિયાત હોડીનો જ ઉપયોગ કરવો પડતો હતો. પરંતુ આ પુલ બની ગયા પછી સ્થાનિક રહીશોના અનેક પ્રશ્નોનો ઉકેલ આવી જશે. 3.75 કિ.મી. લાંબો આ પુલ 27.20 મીટરનો ફોરલેનનો બનશે. તેના પર 2.5 મીટરની પહો‌ળી ફૂટપાથ બનશે. આ ફૂટપાથ પર સોલર પેનલ લગાવાશે. આ પુલ વચ્ચે તારથી બાંધીને બે ઊંચા ટાવરો( પાયલોન ) ઊભા કરાશે. તેની ઊંચાઇ 150 મીટર રહેશે. આ બે પાયલોનની વચ્ચે અડધો કિ.મી. પહોળાઇ રહેશે.

– આજે દ્વારકા નવી ચેતનાનો અનુભવ કરી રહ્યું છે
– દ્વારકાના લોકોનો મૂડ આજે કંઈક અલગ જ છે
– મોદીએ પ્રભુબા માણેકનું નામ લેતાં જ લોકોએ તાલીઓથી વધાવ્યા
– પહેલા બેટની સ્થિતિ અત્યંત ખરાબ હતી
– મોદીની મહત્વની જાહેરાત, દેશની સૌથી પહેલી મરીન પોલીસ ઇન્સ્ટીટ્યુટ દ્વારકામાં બનશે
– જીએસટીમાં બદલાવથી દેશમાં દિવાળી પહેલાં જ દિવાળી જેવો માહોલ
– દેવભૂમિ દ્વારકામાં મરીન પોલીસ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાશે જેમાં પોલીસને સ્પેશિયલ ટ્રેઇનિંગ મળશે
– કંડલામાં 25 વર્ષમાં ન થયો હોય એટલો વિકાસ નોંધાયો છે
– બોટમાં કોલ્ડ સ્ટોરેજની પણ સુવિધા વિકસાવાશે
– દોઢથી બે કરોડ રૂ.ની બોટ માટે લોન અપાશે
– અલંગના વિકાસ માટે જાપાન સાથે મળીને યોજના બનાવી
– માછીમારો માટે વિકસાવાશે બ્લુ ઇકોનોમી
– ગુજરાતના બંદરોના વિકાસ માટે ધ્યાન આપ્યું
– માછીમારની આવક 3થી 4 ગણી વધશે
– માછીમારોને ઓછા વ્યાજે લોન અપાશે
– દ્વારકાથી ગીર જવા માટે સગવડ રહેશે
– વિકાસને કનેક્ટિવિટીની જરૂર હોય છે
– દ્વારકાનો આર્થિક વિકાસ થશે
– 8-10 વર્ષ પહેલાંના દ્વારકામાં અત્યારે ભારે બદલાવ છે
– દેશભરથી આવનારા યાત્રીઓ માટે મોટી ભેટ છે
– દ્વારકામાં ટુરિઝમ ક્ષેત્રે અપાર સંભાવનાઓ છે
– હાલમાં દ્વારકામાં ચારે તરફ ઉત્સાહ અને ઉમંગ છે
– બીમારી વખતે રાત્રે કફોડી સ્થિતિ સર્જાતી હતી
– બેટના લોકોની સ્થિતિ કફોડી હતી
– બેટ દ્વારકા સુધી પહોંચવાનો રસ્તો જ નથી
– બ્રિજ બનાવવાનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે

First Published: Saturday, 7 October 2017 11:43 AM

ટોપ ફોટો

વિવાદથી ઘેરાયેલ પદ્માવતી ફિલ્મ ઓનલાઈન પર જોવા મળે છે? 5 લાખથી વધુ લોકોએ નિહાળ્યું આ ફિલ્મ? જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવારે પરત ખેંચી ઉમેદવારી, નવા ઉમેદવાર તરીકે કોંગ્રેસે કોના નામની કરી જાહેરાત, જાણો વિગતે
કોંગ્રેસના કયા ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ભાજપના ઉમેદવારને પગે લાગ્યા, આ જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા, જાણો વિગતે
View More »

Related Stories

CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય’
CM શિવરાજસિંહની જાહેરાત, ‘મધ્યપ્રદેશમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં...

ભોપાલ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ ડેટ ભલે પાછી ખસેડવામાં