નગરપાલિકા ચૂંટણીમાં 60 ટકા મતદાન નોંધાયું,19મીએ પરીણામ જાહેર થશે

By: abpasmita.IN | Last Updated: Sunday, 18 February 2018 7:39 AM
નગરપાલિકા ચૂંટણીમાં 60 ટકા મતદાન નોંધાયું,19મીએ પરીણામ જાહેર થશે

અમદાવાદ: રાજ્યની 75 નગરપાલિકા માટે યોજાયેલી ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગયું છે. 2064 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં આશરે 60 ટકા મતદાન થયું હતું. 19 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું. અનેક જગ્યાએ EVMમાં ગરબડની ફરિયાદ સામે આવી છે.  ધાનેરામાં ઇવીએમ મશીન બંધ થતાં મતદાન અટકી ગયું હતું. અડધો કલાક સુધી મતદારો રાહ જોવી પડી હતી.હળવદ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં EVM મશીનમાં ટેક્નિકલ ખામીના હિસાબે 26 મિનિટ સુધી મતદાન બંધ રહ્યું હતું. આણંદના બોરિયાવી નગરપાલિકાના વોર્ડ નંબર.4 ના ઉમેદવારનું અવસાન થતા આ વોર્ડની ચૂંટણી રદ કરાઈ હતી તે હવે 12 માર્ચે યાજાશે.

– મહેસાણામાં વડનગર નગર પાલિકા 77:73 ટકા મતદાન થયું
– વિજાપુર નગર પાલિકા 71-64 ટકા

-રાપર નગરપાલિકા ની ચૂંટણી માં 61.24 ટકા મતદાન થયું.
-ભચાઉ નગરપાલિકા નુ 63.05 ટકા મતદાન થયું.

-વિજલપોર  નગર પાલિકા ચૂંટણીમાં  56.43 ટકા મતદાન નોંધાયું.

-કરજણ નગરપાલિકાની ચૂંટણી માં 77.83 ટકા મતદાન  નોંધાયું.

-છોટાઉદેપુર નગરપાલિકામા 70.61 ટકા મતદાન નોંધાયુ.

-કડોદરા નગરપાલિકાના વોર્ડ નંબર 4 નું કુલ મતદાન 63 ટકા નોંધાયું.

-ગાંધીનગરમાં નગરપાલિકાની ચૂંટણીમાં 74.96 ટકા મતદાન નોંધાયું.

–બનાસકાંઠામાં  68.73 ટકા

-સાબરકાંઠામાં 68.34 ટકા

-પંચમહાલમાં 66.19 ટકા

-દેવભૂમિ દ્વારકામાં 54.43

— બાયડ નગરપાલિકાનું 69.19 ટકા

– સુરેન્દ્રવગરમાં 50.38  ટકા

-મોરબી જિલ્લા ની હળવદ અને માળીયા નગરપાલિકા  48 ટકા અને હળવદમાં 66.76 ટકા મતદાન નોંધાયું.

-ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 68.26ટકા મતદાન નોંધાયું.

 

First Published: Saturday, 17 February 2018 9:26 AM

ટોપ ફોટો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
સંસદ ઠપઃ વેંકૈયા નાયડૂએ રદ કર્યું ડિનર, મનોજ તિવારીએ લખ્યો સેલરી કાપવાનો લેટર
રિલાયન્સ Jioની નવી પ્રોડક્ટ થઈ લોન્ચ, જાણો શું છે વિશેષતા
View More »

Related Stories