અમદાવાદ: ચીલોડા-હિંમતનગર હાઈવે પર પ્રાંતિજ તાલુકાના કતપુર પાસે આવેલા ટોલનાકા પર હાઇવે ઓથોરિટી દ્વારા પહેલી એપ્રિલથી રૂપિયા પાંચનો કમરતોડ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. એક બાજુ આ વિસ્તારમાં હાઈવે ઓથોરિટી પૂરતી સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ પુરવાર સાબિત થઈ છે અને બીજી બાજુ વારંવાર ટોલટેક્સમાં ભાવવધારો ઝીંકી દેવાતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી છે.