દાહોદઃ મહિલાનો પગ લપસ્યો ને ફસાઇ ડબા-પ્લેટફોર્મ વચ્ચેઃ પછી શું આવ્યો અંજામ? જાણો

Thursday, 11 August 2016 3:24 PM

દાહોદઃ આજે દાહોદ રેલવે સ્ટેશન પર આણંદ તરફ જતી મેમુ ટ્રેનમાં ચડવા જતાં એક મહિલાનો પગ લપસ્યો હતો અને તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં ફસાઇ ગઈ હતી. મહિલા ફસાતાં ભારે ઓહાપો મચી ગયો હતો. થોડીવારમાં જ રેલવે સ્ટાફ દોડી આવ્યો હતો અને રેલવે ટ્રેકને તોડીને લાંબી જહેમત બાદ મહિલાને બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢવામાં આવેલી મહિલાને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, ત્યાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી.

આ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે આજે બપોરે એક વાગ્યે આણંદ જતી મેમુ ટ્રેન દાહોદ રેલવે સ્ટેશન આવી ત્યારે દાહોદની આ મહિલા ટ્રેનમાં ચડવા જતી હતી, ત્યારે પગ લપસી જતાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ભાગમાં ફસાઇ ગઈ હતી. આ અંગે જાણ થતાં ટ્રેન રોકી દેવામાં આવી હતી અને રેલવે પોલીસ અને રેલવે સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લગભગ અડધા કલાકની જહેમત બાદ પ્લેટફોર્મ તોડીને મહિલાને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નથી.

LATEST VIDEO