આગરાની એક મહિલાએ શિરડીમાં સાંઈ બાબાને 2 કિલો સોનાના પાદુકાનું કર્યું દાન, જાણો પછી શું કહ્યું?

By: abpasmita.in | Last Updated: Sunday, 9 July 2017 9:13 AM
આગરાની એક મહિલાએ શિરડીમાં સાંઈ બાબાને 2 કિલો સોનાના પાદુકાનું કર્યું દાન, જાણો પછી શું કહ્યું?

મુંબઈ: શિરડીના સાંઈ બાબાને દાન કરવાવાળાઓની સંખ્યા અસંખ્ય છે. ત્યારે વધુ એક હાલનો કિસ્સો સામે આવ્યો છે. જે આગરાનો છે. અહીંની એક મહિલાએ શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટને 2 કિલો સોનાથી બનેલા ચરણ પાદુકા દાનમાં આપી છે. સંધ્યા ગુપ્તા નામની આ સાંઈ ભક્તે આ દાન ગુરુ પૂર્ણિમાના દિવસે આપ્યું છે.

એક સમાચાર એંજસી સાથે વાત કરતા સાંઈ બાબા ટ્રસ્ટના સચિન તાંબેએ જણાવ્યું, સંધ્યા ગુપ્તા દ્વારા દાનમાં આપેલી ચરણ પાદુકાને પૂજા પાઠ કરીને દ્વારકામાઈ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

જ્યારે આ વિશે સંધ્યાએ જણાવ્યું, આજે હું ખૂબ જ ખુશ છું કે મારા દ્વારા આપવામાં આવેલી પાદુકાને ગુરુ દક્ષિણા રૂપે સ્વીકાર કરી દીધી છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિરડીમાં દેશના અલગ અલગ જગ્યાઓથી હજારો ભક્તો ત્રણ દિવસના આ ગુરુ પૂર્ણિમા પર્વ મનાવવા માટે ભેગા થઈ રહ્યા છે. ગુરુ પૂર્ણિમાના આયોજન રૂપે એક વરધોડો પણ કાઢવામાં આવ્યો હતો. સાંઈબાબા મંદિરને ફૂલો અને લાઈટોથી શણગારવામાં આવ્યું છે.

First Published: Sunday, 9 July 2017 9:13 AM

ટોપ ફોટો

ભારતમાં WhatsApp Business લૉન્ચ, જાણો શું છે નવું આ એપમાં
કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર કર્યા નક્કી? કયા બે નેતાઓને ઉતારી શકે છે મેદાનમાં, જાણો વિગત
ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યોએ લીધા શપથ
View More »

Related Stories