સપા-બસપા ગઠબંધન બની રહેશે તો 2019માં ભાજપ ચૂંટણી નહી જીતી શકે : અખિલેશ યાદવ

By: abpasmita.in | Last Updated: Sunday, 15 April 2018 6:00 PM
સપા-બસપા ગઠબંધન બની રહેશે તો 2019માં ભાજપ ચૂંટણી નહી જીતી શકે : અખિલેશ યાદવ

નવી દિલ્લી: સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. અત્યારથી જ લોકસભાની ચૂંટણીની તૈયારીઓએ જોર પકડવાનું શરૂ કરી દિધું છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ હારી જશે.

અખિલેશ યાદવે એબીપી ન્યૂઝને કહ્યું ભારતીય જનતા પાર્ટીને લઈને લોકોમાં ભારે નારાજગી છે અને આ નારાજગી મતમાં બદલાઈ રહી છે. ભાજપથી જનતાની નારાજગીનું કારણ જણાવતા અખિલેશ યાદવે કહ્યું, ભાજપે ખોટો પ્રચાર કર્યો, ઘણા સપનાઓ બતાવ્યા. જેના પર લોકોએ વિશ્વાસ કર્યો અને તેના કારણે 2014માં અમે માત્ર 5 બેઠકો જ મેળવી શક્યાં. બસપા શૂન્ય પર પહોંચી ગઈ. એ નક્કી હતું કે લોકોને અચ્છે દિનના નારા પસંદ આવ્યા હતા. હવે જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અખિલેશ યાદવે કહ્યું ભાજપની પૂરી કોશિશ હશે કે સપા-બસપા ગઠબંધન તૂટે, પરંતુ અમારું આ ગઠબંધન સિદ્ધાંતના આધાર પર છે. તેમણે કહ્યું, ભાજપ ગઠબંધન તોડવામાં લાગ્યું છે, જો નહી તોડી શકે તો ભાજપ ભૂલી જાય કે આગામી સરકાર તેમની હશે. ભાજપ શૂન્ય પર પહોંચી જશે.

અખિલેશ યાદવે કહ્યું, હાલની પરિસ્થિતિમાં દેશને એક નવા ફ્રંટની જરૂર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરર્જિ સાથે થયેલી વાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું તેઓ ઈચ્છે છે કે દેશમાં કોઈ ફ્રંટ બને. સપા અધ્યક્ષે કહ્યું આ દિશામાં ચંદ્રબાબૂ નાયડૂ, શરદ પવાર, ચંદ્રશેખર રાવ પણ છે. કૉંગ્રેસનો સાથે લેવો જ પડશે.

First Published: Sunday, 15 April 2018 6:00 PM

ટોપ ફોટો

સાંબરકાંઠાના દેવેન્દ્રભાઈના હાથ-પગની કુલ આંગળીઓ જાણીને તમે પણ ચોંકી જશો, જાણો વિગત
‘અચ્છે દિન’: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, ડીઝલની કિંમત ઐતિહાસીક ટોચે પહોંચી
'કાર્ડ છપાવીને ફરતા' કોંગ્રેસના નેતાઓને પરેશ ધાનાણીએ શું આપી ચીમકી? રાહુલનો ક્યો મેસેજ સંભળાવ્યો?
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને 21 વર્ષની સજા તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

મોંઘવારીમાં વધુ એક ઝટકો, જાણો, અદાણી ગેસના ભાવમાં પ્રતિ કિલો કેટલો કરાયો વધારો
મોંઘવારીમાં વધુ એક ઝટકો, જાણો, અદાણી ગેસના ભાવમાં પ્રતિ કિલો કેટલો...

અમદાવાદ: અદાણી ગેસના ભાવમાં ફરી એક વખત વધારો ઝીંકાયો છે. અમદાવાદ અને