ઉન્નાવ ગેંગરેપ કેસ: હાઈકોર્ટે ધારાસભ્ય સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવાના આદેશ આપ્યા

By: abpasmita.in | Last Updated: Friday, 13 April 2018 7:16 PM
ઉન્નાવ ગેંગરેપ કેસ: હાઈકોર્ટે ધારાસભ્ય સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવાના આદેશ આપ્યા

અલાહાબાદ: અલાહાબાદ હાઈકોર્ટે ઉન્નાવ ગેંગરેપ મામલે સુનાવણી કરતા ધારાસભ્ય સહિત બાકીના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે ગયા વર્ષે 20 જૂન અને આ વર્ષ દાખલ કરવામાં આવેલી ફરિયાદના સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ ગત વર્ષના મામલામાં જામીન મળેલા હોય તેવા આરોપીઓના જામીન રદ્દ કરવાનો આદેશ કોર્ટે જાહેરા કર્યો છે.

આ મામલાની ગંભીરતા જોતા હાઈકોર્ટ પોતે આ મામલે મોનિટરિંગ કરશે, હાલ કોર્ટે સીબીઆઈને 2 મે સુધીમાં તપાસની પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ આજે સવારે જ આરોપી ધારાસભ્યની પુછપરછ માટે ધરપકડ કરી છે.

હાઈકોર્ટમાં યૂપી સરકારે જણાવ્યું કે આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, અત્યારે ધરપકડ નથી કરવામાં આવી. તેના પર નારાજગી દર્શાવતા તેની તાત્કાલિક ધરપકડ કરવાના આદેશ આપ્યા. કોર્ટે કહ્યું ધારાસભ્યની સાથે બાકીના તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ વખત ઉન્નાવ ગેંગરેપ મામલે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, ગુરૂવારે રાત્રે ધારાસભ્ય કુલદિપ સેંગરની સીબીઆઈએ ધરપકડ કરી છે. કાનૂન અને ભ્રષ્ટાચાર મામલે કોઈ સમાધાન નહી થાય.

First Published: Friday, 13 April 2018 4:28 PM

ટોપ ફોટો

ભાવનગરઃ ખૂબસૂરત પત્નીને પતિ મેક-અપ વિના જોઈ ગયો ને કેમ લાગી ગયો મોટો આંચકો ?
સ્વામિનારાયણ સાધુ યુવતીને ભગાડી ગયો? યુવતીના ભાઈએ શું કર્યું, જાણો વિગત
અમિત ચાવડાએ કોંગ્રેસનાં કહેવાતાં મોટાં માથાંને શું આપી સીધી ચીમકી? જાણો વિગત
View More »

Related Stories

નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને આજીવન કેદ તો માયા કોડનાની નિર્દોષ જાહેર
નરોડા પાટિયા નરસંહારઃ બાબુ બજરંગીને આજીવન કેદ તો માયા કોડનાની...

અમદાવાદઃ 2002ના નરોડા પાટિયા નરસંહાર કેસમાં આજનો દિવસ નિર્ણયનો બની રહેશે. આ

   જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી
જય શાહની સંપત્તિ પર જાહેરમાં ચર્ચાની માંગણી કરતી અરજી અરજદારે...

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના  દીકરા જય શાહની સંપત્તિ વિશે

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ  દિવસે કરી લીધા પારણા, જાણો વિગત
આમરણાંત ઉપવાસ પર ઉતરેલા તોગડિયાએ ત્રીજા જ દિવસે કરી લીધા પારણા,...

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ