હનીટ્રેપમાં ફસાયા વધુ એક ભારતીય સૈનિક, લેફ્ટનન્ટ કર્નલની કરાઈ ઘરપકડ

By: abpasmita.in | Last Updated: Wednesday, 14 February 2018 7:38 PM
હનીટ્રેપમાં ફસાયા વધુ એક ભારતીય સૈનિક, લેફ્ટનન્ટ કર્નલની કરાઈ ઘરપકડ

નવી દિલ્લી: ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા હનીટ્રેપ સંબંધિત જાહેર કરેલા એક દિવસ પહેલા મધ્યપ્રદેશના જબલપૂરમાં ઈન્ડિયન આર્મીના એક લેફ્ટનન્ટ કર્નલની ધરપકડ કરાઈ છે. ઈન્ટેસિજન્સ વિંગના ઓફીસર શંકાસ્પદ ગતિવિધિઓના કારણે આરોપીની પૂછપરછ કરી રહ્યાં છે. તેના પર હનીટ્રેપમાં ફાસાઈને ગુપ્ત જાણકારી લીક કરવાનો આરોપ લાગ્યો છે.

વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ આઈબીએ ચેતવણી આપી હતી કે ખૂબસૂરત ચીની અને પાકિસ્તાની યૂવતીઓ દ્વારા દુશ્મન દેશ સેનાના ઓફિસરોને હનીટ્રેપમાં ફસાવી શકે છે. ફેસબુક અને વ્હોટ્સએપ દ્વારા તેમની પાસેથી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી પ્રાપ્ત કરી શકે છે. આઈબીએ આ બાબતને લઈને ભારત સરકારને એલર્ટ કરી છે.

હાલમાં જ ગુપ્ત માહિતી લીક કરવાના આરોપમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અરૂણ મારવાહની ધરપકડ કરવામાં આવી છે. કેપ્ટન મારવાહને હનીટ્રેપ દ્વારા ફસાવવામાં આવ્યો હતો. ફેસબુક દ્વારા તે બે મહિલાઓના સંપર્કમાં આવ્યા હતા અને ગુપ્ત માહિતી વ્હોટ્સએપ દ્વારા મોકલી રહ્યો હતો. કેપ્ટન અરૂણ મારવાહ પર સરકારી ગોપનિયતા કાયદા હેઠળ કેસ નોંધાયો હતો. પટિયાલા હાઉસ કોર્ટે તેને 14 દિવસ માટે જેલમાં મોકલી દીધો હતો.

First Published: Wednesday, 14 February 2018 7:38 PM

ટોપ ફોટો

IND vs SA: આફ્રિકા પ્રવાસમાં તમામ મેચ રમનાર ક્રિકેટર બન્યો આ ગુજરાતી
કેપટાઉન T 20: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 173 રનનો આપ્યો લક્ષ્યાંક, શિખર ધવનના 47 રન
ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, T-20 સીરીઝ જીતી સાઉથ આફ્રિકામાં મચાવી ડબલ ધમાલ
View More »

Related Stories

આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ
આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ

નવી દિલ્હીઃ આજે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની ટી-20