200 કિલોમીટર પગપાળા નાસિકથી મુંબઇ પહોંચ્યા ખેડૂતો, આજે વિધાનસભાનો કરશે ઘેરાવો

By: abpasmita.in | Last Updated: Monday, 12 March 2018 10:23 AM
200 કિલોમીટર પગપાળા નાસિકથી મુંબઇ પહોંચ્યા ખેડૂતો, આજે વિધાનસભાનો કરશે ઘેરાવો

મુંબઇઃ મહારાષ્ટ્રના નાસિકથી નીકળેલા હજારો ખેડૂતો આજે મુંબઇના આઝાદ મેદાન પહોંચ્યા છે. દેવા માફી, વિજળી બિલમાં માફી, પાકનું દોઢ ગણુ વળતર મળે તેવી માંગ સાથે લગભગ 30 હજાર ખેડૂતો 200 કિલોમીટરની સફર પુરી કરીને મુંબઇ પહોંચ્યા હતા. આજે ખેડૂતો વિધાનસભાનો ઘેરાવ કરી શકે છે. ખેડૂતોનું પ્રતિનિધિમંડળ આજે બપોરે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત બાદ ખેડૂતો પોતાની આગામી રણનીતિ પર ચર્ચા કરશે.

અખિલ ભારતીય કિસાન સભાના નેતૃત્વમાં આ ખેડૂતો રેલી સાથે નીકળ્યા છે. મુંબઇ પહોંચાલા ખેડૂતોને અનેક રાજકીય પાર્ટીઓનું સમર્થન મળવાનું શરૂ થઇ ગયું છે. મુંબઇના ટ્રાફિક જોઇન્ટ કમિશનર અમિતેશ કુમારે કહ્યું કે, ખેડૂતોના આંદોલનને કારણે કોઇ માર્ગ બંધ કરવામાં આવ્યો નથી. તે સિવાય કોઇ પણ રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યો નથી.

એક રિપોર્ટ પ્રમાણે, ખેડૂતોની માંગ છે કે સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરવામાં આવે. તે સિવાય પૂર્ણ દેવા માફી, પાકનો દોઢ ગણો ભાવ, કપાસમાં કીડા અને ઓલાવૃષ્ટિને કારણે નુકસાનને કારણ ખેડૂતોને એક એકર દીઠ 40 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે.

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના દીકરા અને યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. શિવસેના સહિત એમએનએસ, આમ આદમી પાર્ટી, સહિત અનેક વિપક્ષ પાર્ટીઓનું ખેડૂતોના આંદોલનને સમર્થન મળ્યું હતું.

 

First Published: Monday, 12 March 2018 10:23 AM

ટોપ ફોટો

વિરાટ કોહલી જે મોંઘી બ્રાન્ડનું પાણી પીવે છે તે પણ નથી સુરક્ષિત: રિપોર્ટ
JIOનો આઈડિયા મુકેશ અંબાણીને કોણે આપ્યો હતો, નામ સાંભળીને તમે પણ ચોંકી જશો
ઈરફાન ખાનને થયેલી બીમારી 1 લાખમાંથી માત્ર 5 લોકોને થાય છે, જાણો આ બીમારી વિશે
View More »

Related Stories