'પંજાબનો CM પંજાબી જ હશે, હું દિલ્લીનો CM છું': અરવિંદ કેજરીવાલ

By: abpasmita.in | Last Updated: Wednesday, 11 January 2017 7:08 PM
 'પંજાબનો CM પંજાબી જ હશે, હું દિલ્લીનો CM છું': અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબની એક રેલી દરમિયાન બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નથી. ઉલ્લેખનીય છે કે ગઇકાલે એક રેલી દરમિયાન દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ હતું કે, અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી હશે.

કેજરીવાલે પટિયાલામાં એક રેલીને સંબોધતા કહ્યું કે હું દિલ્લીનો મુખ્યમંત્રી છું, પંજાબનો મુખ્યમંત્રી પંજાબનો જ હશે. એક દિવસ અગાઉ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ હતું કે, પંજાબની જનતા કેજરીવાલના ચહેરાને જોઇને વોટ કરે અને એમ માનીને ચાલે કે પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ હશે.. મુખ્યમંત્રી કોઇ પણ હોય પરંતુ પંજાબની પ્રજાને જે વચનો આપ્યા છે તે અરવિંદ કેજરીવાલ પૂરા કરશે.

જ્યારે કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રીના ઉમેદવાર હશે તેવા રિપોર્ટ આવ્યા ત્યારે અનેક લોકોએ વિરોધ કર્યો હતો. ભાજપના નેતા વિજય વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે હવે દિલ્લીના લોકોને આપેલા વચનોનું શું થશે.

 

 

First Published: Wednesday, 11 January 2017 7:08 PM

ટોપ ફોટો

હોસ્પિટલથી ઘરે પહોંચ્યા કરણના Twins યશ અને રૂહિ, જુઓ તસવીરો
મલાઈકાથી અલગ થયા પછી આ રોમાનિયન યુવતીને ડેટ કરી રહ્યો છે અરબાઝ, જુઓ PICS
અમદાવાદઃ 'નદીમાં પડવા જઈએ છીએ' કહી દરવાજાને મારી દીધી સ્ટોપર, સાબરમતીમાંથી મળી દંપતીની લાશ
View More »

Related Stories

VIDEO SONG: પરિણીતીએ પોતાની ફિલ્મમાં પહેલીવાર ગાયું ગીત, જુઓ
VIDEO SONG: પરિણીતીએ પોતાની ફિલ્મમાં પહેલીવાર ગાયું ગીત, જુઓ

નવી દિલ્લી: બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ સંગીતની દુનિયામાં પગલા માંડી

આ શોર્ટ ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ કરતા પહેલા જ પ્રત્યુશાએ કરી લીધી'તી આત્મહત્યા, જાણો ક્યારે થશે રિલીઝ
આ શોર્ટ ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ કરતા પહેલા જ પ્રત્યુશાએ કરી લીધી'તી...

બાલિકા વધુ’ ફેમ એક્ટ્રેસ પ્રત્યુષા બેનરજીની છેલ્લી શોર્ટ ફિલ્મ તેની

Recommended