ભોપાલ ગેંગરેપઃ બે મહિનામાં કોર્ટે આપ્યો ચુકાદો, ચારેય દોષિતોને આજીવન કેદની સજા

By: abpasmita.in | Last Updated: Saturday, 23 December 2017 3:11 PM
ભોપાલ ગેંગરેપઃ બે મહિનામાં કોર્ટે આપ્યો ચુકાદો, ચારેય દોષિતોને આજીવન કેદની સજા

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં 31 ઓક્ટોબરના રોજ હબીબગંજ રેલવે સ્ટેશન પાસે UPSC એક્ઝામની તૈયારી કરી રહેલી સગીરા પર ગેંગરેપ કરનારા ચારેય દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટે બે મહિના સુધી ચાલેલી સુનાવણી બાદ શનિવારે આરોપીઓને સજા સંભળાવી હતી.

ભોપાલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજની અદાલતમાં 21 નવેમ્બરથી દરરોજ સુનાવણી ચાલી રહી હતી. નોંધનીય છે કે મધ્યપ્રદેશના વિદિશાની રહેવાસી અને ભોપાલમાં યુપીએસસીનું કોચિંગ કરી રહેલી 19 વર્ષીય વિદ્યાર્થીની પર હબીબગંજ રેલવે સ્ટેશન પાસે ચાર લોકોએ ગેંગરેપ કર્યો હતો.

ગેંગરેપની આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મુક્યો હતો. પીડિતાના મતે આરોપીઓ ગેંગરેપ વચ્ચે ગુટખા ખાવા ગયા હતા અને બાદમાં પાછા ફરીને ગેંગરેપ કર્યો હતો. પીડિતાના પિતા પોલીસમાં છે અને માતા સીઆઇડીમાં છે છતાં 3 પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા છતાં કોઇએ ફરિયાદ નોંધી નહોતી.

બાદમાં પીડિતાના પિતા જાતે જ બે આરોપીઓને પકડી લાવ્યા હતા. પીડિતાની ફરિયાદ ન નોંધવા પર સાત પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે આઇજી અને એસપીની પણ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

First Published: Saturday, 23 December 2017 3:11 PM

ટોપ ફોટો

અમદાવાદ: 'પદ્માવત'ના વિરોધમાં તોડફોડ-આગચંપી, ટોળાને કાબૂમાં લેવા પોલીસનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
‘વડનગર સામે વડગામ મોડલ ઉભું કરીશ’, શપથ લીધા પછી જીજ્ઞેશ મેવાણીએ કર્યું બીજું શું એલાન?
રાજ્યની કઈ 75 નગરપાલિકાઓમાં થશે મતદાન? જાણો તેમના નામ
View More »

Related Stories

અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી આગચંપી,જુઓ વીડિયો
અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી...

અમદાવાદ: પદ્માવત ફિલ્મની આગ અમદાવાદમાં જોવા મળી છે.  પદ્માવત ફિલ્મનો વિરોધ