'બાબર રોડ'નું નામ બદલીને શહીદ ઉમર ફયાઝના નામ પર રાખવા BJPની માંગ

By: abpasmita.in | Last Updated: Friday, 19 May 2017 7:09 PM
'બાબર રોડ'નું નામ બદલીને શહીદ ઉમર ફયાઝના નામ પર રાખવા BJPની માંગ

નવી દિલ્હીઃ બીજેપી દિલ્હીના બાબર રોડનું નામ બદલીને શહીદ લેફ્ટિનન્ટ ઉમર ફયાઝના નામ પર રાખવાની માંગણી કરી છે. આ બાબતને લઇને દિલ્હી બીજેપીના પ્રવક્તા તેજિંન્દર પાલ બગ્ગાએ વડાપ્રધાન મોદી, સાંસદ મીનાક્ષી લેખી અને એનડીએમસીને પત્ર લખીને અપીલ કરી છે.

પત્રમાં બગ્ગાએ કહ્યું હતું કે, રાજપૂતાના રાઇફલના લેફ્ટિનન્ટ ઉમર ફયાઝના શહીદ પર આખો દેશ શોકમાં છે. તે સાચા દેશભક્ત હતા જેમણે કાશ્મીરમાં આતંકવાદને જવાબ આપવા માટે યુવાનીમાં જ સૈન્યમાં ભરતી થઇ ગયા હતા. તે ભારત માટે લડ્યા અને પોતાની બહાદુરીનો પરિચય આપ્યો હતો. આ જાંબાઝને શ્રદ્ધાંજલિ આપવા માટે બાબર રોડનું નામ બદલીને લેફ્ટિનન્ટ ઉમર ફયાઝ રોડ કરી દેવું જોઇએ.

બગ્ગાએ લખ્યું કે, તેનાથી ભારતના લોકો શહીદ ફયાઝથી પ્રેરણા લેશે જેમણે પોતાની માતૃભૂમિ માટે શહીદી વહોરી લીધી. આ અગાઉ કાશ્મીર ઘાટીમાં એક સ્કૂલનું નામ બદલીને શહીદ લેફ્ટિનન્ટ ઉમર ફયાઝ નામ પર રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજપૂતાના રાઇફલ્સ ઓફિસર 23 વર્ષીય ઉમર ફયાઝની આતંકીઓએ અપહરણ કરી હત્યા કરી દીધી હતી. ફયાઝે ડિસેમ્બર 2016માં આર્મી જોઇન કરી હતી.

 

First Published: Friday, 19 May 2017 7:09 PM

ટોપ ફોટો

પ્રવાસીઓની ટિકિટ કેન્સલેશનમાંથી રેલવેએ કરી તગડી કમાણી
Box Office પર ફ્યૂઝ થઈ સલમાન ખાનની 'ટ્યૂબલાઈટ', ઈદના દિવસે ન કરી શકી કમાલ!
આતંકી ખતરાની વચ્ચે અમરનાથ યાત્રાની પ્રથમ બેચ જમ્મૂથી રવાના
View More »

Related Stories

Recommended