ભાજપે જાહેર કર્યા રાજ્યસભાના ઉમેદવાર, સરોજ પાંડે, અનિલ બલૂની સહિત 18 નામ સામેલ

By: abpasmita.in | Last Updated: Sunday, 11 March 2018 9:54 PM
ભાજપે જાહેર કર્યા રાજ્યસભાના ઉમેદવાર, સરોજ પાંડે, અનિલ બલૂની સહિત 18 નામ સામેલ

નવી દિલ્લી: ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપની ચૂંટણી સમિતિએ 18 નામોની યાદી જાહેર કરી છે. જેમાં ઉત્તર પ્રદેશથી જીવીએલ નરસિમ્હા રાવ અને અશોક વાજપેયી સહિત સાત લોકોને તક આપવામાં આવી છે. જ્યારે રાજસ્થાનથી કિરોડી લાલ મીણાનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રથી નારાયણ રાણેનું નામ નક્કી કરાયું છે. સરોજ પાંડેયને છત્તીસગઢથી અને અનિલ બલૂનીને ઉત્તરાખંડથી રાજ્યસભા ટિકીટ મળી છે.

આ સાથે આ 18 નામોની યાદીમાં રાજસ્થાનની મીણાની સાથેો મદન લાલ સૈની, મહારાષ્ટથી નારાયણ રાણે અને વી મુરલીધરણ, હરિયાણાથી રિટાયર્ડ લેફ્ટનેંટ જનરલ ડીપી વત્સ, મધ્યપ્રદેશથી અજય પ્રતાપ સિંહ અને કૈલાશ સોનીને તક મળી છે.

જ્યારે ઉત્તર પ્રદેશથી અશોક વાજપેયી, વિજય પાલ સિંહ તોમર, સકલ જીપ રાજભર, કાંતા કર્દમ, ડૉ અનિલ જૈન, જીવીએલ નરસિમ્હા રાવ અને હરનાથ સિંહ યાદવે રાજ્યસભા મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકથી રાજીવ ચંદ્રશેખર અને ઝારખંડથી સમીર ઉરાંવને તક મળી છે.

ભારતીય જનતા પાર્ટીએ આ પહેલા 8 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પ્રથમ યાદીમાં મોટાભાગના નામ મોદી સરકારમાં મંત્રીઓના છે. ભાજપે કેંદ્રીય નાણામંત્રી અરૂણ જેટલીને યૂપીથી રાજ્યસભા મોકલવાની જાહેરાત કરી છે, જ્યારે કેંદ્રીય મંત્રી થાવરચંદ ગહલોત મધ્યપ્રદેશથી રાજ્યસભા જશે. કેંદ્રીય મંત્રી ધર્મેંદ્ર પ્રધાન, ગુજરાતથી કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પરષોતમ રૂપાલાને રાજ્યસભા મોકલવાનો નિર્ણય પાર્ટીએ કર્યો છે. કેંદ્રીય મંત્રી જે પી નડ્ડાને હિમાચલ, રવિશંકર પ્રસાદને બિહાર અને ભૂપેંદ્ર યાદવને રાજસ્થાનથી રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે.

First Published: Sunday, 11 March 2018 9:54 PM

ટોપ ફોટો

અખાડા પરિષદે જાહેર કરી ઢોંગી બાબાઓની ત્રીજી યાદી, બે પ્રખ્યાત નામ સામેલ
વિરાટ કોહલી જે મોંઘી બ્રાન્ડનું પાણી પીવે છે તે પણ નથી સુરક્ષિત: રિપોર્ટ
JIOનો આઈડિયા મુકેશ અંબાણીને કોણે આપ્યો હતો, નામ સાંભળીને તમે પણ ચોંકી જશો
View More »

Related Stories

સપા-બસપાનું ગઠબંધન મજબૂત, સમાજવાદી પાર્ટીની ઓફિસ પર લાગ્યા માયાવતી-અખિલેશના પોસ્ટર
સપા-બસપાનું ગઠબંધન મજબૂત, સમાજવાદી પાર્ટીની ઓફિસ પર લાગ્યા...

નવી દિલ્લી: ઉતર પ્રદેશના રાજકારણમાં એક નવો બદલાવ જોવા મળી રહ્યો છે. ગોરખપુર

ટીડીપી સોમવારે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે, શિવસેનાની પણ પાર્ટીના નેતાઓ સાથે બેઠક
ટીડીપી સોમવારે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે, શિવસેનાની પણ...

નવી દિલ્લી: સંસદમાં મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ

દહેરાદૂનમાં ઈન્દિરા માર્કેટમાં ભીષણ આગ, ગુજરાતના ૮ વેપારીઓની દુકાનો સળગી
દહેરાદૂનમાં ઈન્દિરા માર્કેટમાં ભીષણ આગ, ગુજરાતના ૮ વેપારીઓની...

દહેરાદૂન: શુક્રવારે સવારે દેહરાદૂનની ઈન્દિરા માર્કેટમાં આગ લાગવાને કારણે

કેજરીવાલે મજીઠિયાની માંગી માફી, ભગવંત માને પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
કેજરીવાલે મજીઠિયાની માંગી માફી, ભગવંત માને પાર્ટીમાંથી આપ્યું...

ચંડીગઢઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ