વિકાસના નામ પર નફરત ફેલાવી રહી છે ભાજપ સરકાર:  અખિલેશ યાદવ

By: abpasmita.in | Last Updated: Saturday, 11 November 2017 5:04 PM
વિકાસના નામ પર નફરત ફેલાવી રહી છે ભાજપ સરકાર:  અખિલેશ યાદવ

લખનઉ:  ભાજપ પર સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ઉત્તર પ્રદેશની વર્તમાન સરકાર વિકાસના નામ પર સમાજમાં નફરત ફેલાવી રહી છે.
અખિલેશ યાદવે કહ્યું કે, “ભાજપના લોકો ખુબ હોશિયાર હોય છે ઝગડા કરાવવા અને નફરત ફેલાવવામાં. તેનાથી બહેતર બે ભાગ કોઈ નથી કરી શકતું પછી તે પરિવાર હોય કે રાજનીતિક દળ. તમે બંગાળ, ગુજરાત, ઉત્તર પ્રદેશને જોઈ લો, આવા ઉદાહરણ તમને મળી જશે.”

તેમણે કહ્યું કે, હિંદુ મુસ્લિમ કે જાતિના નામ પર વિભાજન તેનાથી સારુ કોણ કરી શકે છે? લોકો અમારા પર જાતિવાદ હોવાનો આરોપ લગાવે છે પરંતુ તેને જાતિવાદ નથી કહેતા. મે ક્યારેય જાતિ કે ધર્મના નામ પર મત નથી માગ્યા અને નથી કે મુસ્લિમ યાદવ ફેક્ટરના નામ પર.

ભાજપા પર નિશાન તાકતા કહ્યું કે તેમેણે પોતાના કાર્યકાળમાં તેમણે એવી પિરયોજનાઓનો ક્યારેય ઉદ્ઘાટન નથી કર્યું જેનું પહેલા ઉદ્ઘાટન થઈ ગયું હોય. પરંતુ સમાજવાદી પાર્ટીના કાર્યકાળમાં જે કામ થયા છે. તે કામોનું આ સરકાર ફરી ઉદ્ધાટન કરી રહી છે. જો સરકારે પ્રદેશ માટે કોઈ નવું કામ કર્યું હોય તો લોકોને જણાવવું જોઈએ.

 

First Published: Saturday, 11 November 2017 5:04 PM

ટોપ ફોટો

ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
કોંગ્રેસે અમદાવાદના કયા ચાર ઉમેદવારને ફોન કરીને ફોર્મ ભરવા આપી સૂચના, જાણો કોણ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, જાણો વિગત
View More »

Related Stories