ચાર જજોના સમર્થનમાં યશવંત સિન્હા, કહ્યું- આ ન્યાયપાલિકાનો આંતરિક મામલો નથી

By: abpasmita.in | Last Updated: Saturday, 13 January 2018 4:49 PM
ચાર જજોના સમર્થનમાં યશવંત સિન્હા, કહ્યું- આ ન્યાયપાલિકાનો આંતરિક મામલો નથી

નવી દિલ્લી: ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હા ચાર જજોના સમર્થનમાં આવ્યા છે. સિન્હાએ કેબિનેટ મંત્રીઓને પણ અપીલ કરી છે કે તેઓ વરિષ્ઠ જજોને સમર્થન આપે.  સંબિત પાત્રાએ ન્યાયપાલિકાના આ વિવાદને આંતરિક મામલો ગણાવ્યો છે. તેને સિન્હાએ આંતરિક મામલો માનવાનો ઈનકાર કર્યો છે. શરદ યાદવે આ વિવાદ માટે મોદી સરકારને જવાબદાર ગણાવી છે.

યશંવત સિન્હાએ શનિવારે પત્રકાર પરિષદમાં દાવો કર્યો કે ભાજપ નેતા ગભરાયેલા છે. તેથી તેઓ ખૂલીને જજોનું સમર્થન નથી કરી રહ્યા. જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાના કામ કરવાની રીત પર સવાલ ઉઠાવવું સિન્હાએ અસાધારણ પગલું ગણાવ્યું છે.

સિન્હાએ કહ્યું, ‘મીડિયા દ્વારા જજોએ દેશ સામે પોતોની વ્યથા જણાવી છે, જેને પણ આ દેશ અને લોકતંત્રની ચિંતા છે, તેણે આજે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. જો ન્યાયપાલિકા સાથે સમજૂતી થશે, તો તેનું દુષ્પરિણામ બધાએ ભોગવવું પડશે.’

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ ન્યાયપાલિકાના આ વિવાદને આંતરિક મામલો ગણાવ્યો છે. તેના પર સિન્હાએ કહ્યું કે ચાર જજો જાહેરમાં તેની ફરિયાદ કરી રહ્યા છે તો આ ન્યાયપાલિકાનો આંતરિક મામલો કઈ રીતે હોઈ શકે.  લોકતાંત્રિક સંસ્થાઓ, રાજનીતિક દળો, સત્તાધારી સરકાર અને નિયુક્ત કરેલા પ્રતિનિધિઓએ તેની ચિંતા કરવી જોઈએ.

આ સમગ્ર વિવાદ માટે શરદ યાદવે સરકારને જવાબદાર ગણાવી છે. શરદ યાદવ અનુસાર જજોએ કંઈ પણ ખોટું નથી કર્યું અને તેમણે ખૂબજ દબાણમાં આ પગલું ઉઠાવ્યું છે. હવે સ્થિતિ સામાન્ય કરવાની જરૂર છે.

 

First Published: Saturday, 13 January 2018 4:45 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories