પ્રદ્યુમ્ન મર્ડર કેસઃ પરીક્ષાઓ ટાળવા માટે 11મા ધોરણના વિદ્યાર્થીએ હત્યા કરીઃ સીબીઆઇ

By: abpasmita.in | Last Updated: Wednesday, 8 November 2017 2:52 PM
પ્રદ્યુમ્ન મર્ડર કેસઃ પરીક્ષાઓ ટાળવા માટે 11મા ધોરણના વિદ્યાર્થીએ હત્યા કરીઃ સીબીઆઇ

ગુરુગ્રામઃ હરિયાના ગુરુગ્રામની રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રદ્યુમ્ન હત્યાકાંડ મામલે સીબીઆઇએ એક મોટો ખુલાસો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં સીબીઆઇએ જણાવ્યું હતું કે, તેઓએ 11મા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીની ધરપકડ કરી થે જેણે બીજા ધોરણમાં ભણતા પ્રદ્યુમ્નની હત્યા કરી છે કારણ કે તે પરીક્ષાઓ ટાળવા માંગતો હતો. સીબીઆઇએ દાવો કર્યો હતો કે, આ હત્યાકાંડમાં ધરપકડ કરાયેલા ડ્રાઇવર અને કંડક્ટરનો કોઇ હાથ નથી અને ના આ કોઇ જાતીય શોષણનો કેસ છે.

બીજી તરફ 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ધરપકડની સુચના પ્રદ્યુમ્નના પરિવારને આપી દેવામાં આવી છે. સીબીઆઇએ આ વિદ્યાર્થીની સાંજે ધરપકડ કરી હતી અને જેને ગુડગાંવમાં જુવેનાઇલ જસ્ટિ બોર્ડ સામે રજૂ કરવામાં આવશે.
સીબીઆઇએ કહ્યું કે, હત્યામાં વપરાયેલ હથિયાર આરોપી વિદ્યાર્થી ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે. સ્કૂલના ટોઇલેટમાં પ્રદ્યુમ્નની ગળુ કાપી હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં બસના કંડક્ટર અશોક કુમાર અને રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીઓની પણ ધરપકડ કરી દેવામાં આવી હતી.

First Published: Wednesday, 8 November 2017 2:52 PM

ટોપ ફોટો

ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
કોંગ્રેસે અમદાવાદના કયા ચાર ઉમેદવારને ફોન કરીને ફોર્મ ભરવા આપી સૂચના, જાણો કોણ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, જાણો વિગત
View More »

Related Stories