દલિત વોટબેંક પર કૉંગ્રેસની નજર, 23 એપ્રિલથી રાહુલ ગાંધી શરૂ કરશે ‘બંધારણ બચાવો અભિયાન’

By: abpasmita.in | Last Updated: Monday, 16 April 2018 3:32 PM
દલિત વોટબેંક પર કૉંગ્રેસની નજર, 23 એપ્રિલથી રાહુલ ગાંધી શરૂ કરશે ‘બંધારણ બચાવો અભિયાન’

નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૨૩ એપ્રિલથી દેશભરમાં ‘બંધારણ બચાવો અભિયાન’ શરૂ કરશે. દલિતોને આકર્ષવા માટે કૉંગ્રેસ આ અભિયાનની શરૂઆત કરશે. કૉગ્રેસના હાલના અને ભૂતપૂર્વ સાંસદો, વિધાનસભ્યો, જિલ્લા પરિષદ, નગરપાલિકા, પંચાયત સમિતિના હોદ્દેદારો સહિત પક્ષના કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાશે.

કોંગ્રેસના હોદ્દેદારો ઉપરાંત યુવા, મહિલા અને સેવાદળ પાંખના કાર્યકરો દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ભાગ લેશે. કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મોદીના શાસનમાં બંધારણ અને દલિતો પર સતત હુમલા થતાં રહ્યા છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આવી પરિસ્થિતિ નહોતી. દેશમાં દલિત મતદારોની ટકાવારી અંદાજે ૧૭ ટકા છે અને સંસદની ૮૪ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે. ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં આ બેઠકોમાંથી 50 ટકા બેઠકો મેળવી હતી. કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે અમે દલિત કોમ માટે વિવિધ કાર્ય કરવા કટિબદ્ઘ છીએ.

First Published: Monday, 16 April 2018 3:32 PM

ટોપ ફોટો

મેચ બાદ પ્રિટી ઝિંટા દોડીને કોને ભેટી પડી ને કયા ખેલાડી સાથે કર્યું ‘બલ્લે બલ્લે’, જાણો વિગત
મેરેજ પહેલાં જોવા મળ્યો સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
હવે સુનીલ ગ્રોવર જોવા મળશે નવા અવતારમાં, આ ફિલ્મમાં બનશે સલમાન ખાનનો મિત્ર
View More »

Related Stories

એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા, જાણો કોણ
એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું...

નવી દિલ્હીઃ ક્રિકેટ માટે ગુરુવારનો દિવસ સંન્યાસ માટે ખાસ રહ્યો. એકજ