ઉન્નાવ-કઠુઆ બળાત્કારના વિરોધમાં આજે રાતે 12 વાગે રાહુલ ગાંધી ઈન્ડિયા ગેટ પર કરશે કેન્ડલ માર્ચ

By: abpasmita.in | Last Updated: Thursday, 12 April 2018 10:41 PM
 ઉન્નાવ-કઠુઆ બળાત્કારના વિરોધમાં આજે રાતે 12 વાગે રાહુલ ગાંધી ઈન્ડિયા ગેટ પર કરશે કેન્ડલ માર્ચ

નવી દિલ્લી: દેશમાં ઉન્નાવ ગેંગરેપ અને કઠુઆ ગેંગરેપ કેસનો આક્રોશ છે. હવે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપના વિરોધમાં આજે રાતે 12 વાગે ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કરશે. દિલ્લી કૉંગ્રેસ અધ્યક્ષ અજય માકને પાર્ટીના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં જોડાવવાનું આહવાન કર્યું છે.

ઉન્નાવ-કઠુઆની ધટના વિરુદ્ધ મહિલા કૉંગ્રેસે આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો. કૉંગ્રેસે દેશભરમાં 17 એપ્રિલને કાળો દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક યુવતીએ ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો અને પીડિતાના પિતાને જેલમાં હત્યા કરાવવાનો આરોપ લાગ્યો છે. પરંતુ હજુ સુધી આરોપી ધારાસભ્યની ધરપકડ થઈ નથી. યોગી સરકારે હોઈકોર્ટમાં કહ્યું કે ધારસભ્ય વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તેથી તેની ધરપકડ થઈ શકે નહીં.

જ્યાં જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની માસૂમ બાળકી પર રેપ કરી અને હત્યા કરવાની ઘટનાથી સમગ્ર દેશમાં આક્રોશ છે. જાન્યુઆરીમાં કઠુઆ સ્થિત એક ગામમાં બાળકીને એક મંદિરમાં બંધક બનાવી રાખી હતી અને તેના પર 6 લોકોએ કથિત રીતે બળાત્કાર કર્યો હતો. આ ઘટનનાને લઈને જમ્મુ-કાશ્મીરમાં લોકો ઠેર ઠેર વિરોધ કરી રહ્યાં છે.

કૉંગ્રેસે આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર નિશાન સાધ્યું છે. સંસદના બજેટ સત્રના બીજા સેસનમાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળામાં વિરોધમા પીએમ મોદી એક દિવસીય ઉપવાસ છે. તેના પર નિશાન સાધતા કપિલ સિબ્બલે કહ્યું, “તમે દુષ્કર્મ જેવી ઘટનાઓ વિરુદ્ધ ઉપવાસ શા માટે નથી રાખતા, લોકોને આ કેમ નથી જણાવતા કે દુષ્કર્મની ઘટનાઓથી તમને ખરાબ લાગ્યું છે, તેની તમે ઉપવાસ રાખ્યો છે.”

First Published: Thursday, 12 April 2018 10:41 PM

ટોપ ફોટો

આ છે ‘યૂનિવર્સલ બોસ’ ગેલની વાઈફ, ક્રિકેટ સાથે છે જૂનો સંબંધ
અમદાવાદ: નરોડા પાટિયા રમખાણો કેસમાં કોણ નિર્દોષ અને કોણ દોષિત, જાણો વિગત
હવે ટી-20થી પણ નાના ફોર્મેટમાં રમાશે ક્રિકેટ, જાણો કેટલા બૉલની હશે, ક્યાં-ક્યારે રમાશે પહેલી મેચ
View More »

Related Stories

એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા, જાણો કોણ
એકજ દિવસમાં 'ન્યૂઝીલેન્ડ'ના આ 2 સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું...

નવી દિલ્હીઃ ક્રિકેટ માટે ગુરુવારનો દિવસ સંન્યાસ માટે ખાસ રહ્યો. એકજ