2019માં સત્તામાં આવશે કૉંગ્રેસ, BJPને જીતવા માટે કોઈ તક નહીં આપે: સોનિયા ગાંધી

By: abpasmita.in | Last Updated: Saturday, 10 March 2018 3:12 PM
2019માં સત્તામાં આવશે કૉંગ્રેસ, BJPને જીતવા માટે કોઈ તક નહીં આપે: સોનિયા ગાંધી

નવી દિલ્લી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે અમે 2019માં સરકાર બનાવીશું અને આ વખતે ભાજપને જીતવાની કોઈ તક નહીં આપીયે. સોનિયા ગાંધીએ કહ્યું, ‘અમે રાજસ્થાન અને મધ્યપ્રદેશ પેટા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અમારો આગામી ટાર્ગેટ કર્ણાટક વિધાનસભા ચૂંટણી છે. કર્ણાટક ચૂંટણી જીતવી અમારા માટે ખૂબજ જરૂરી છે. 2019માં અમે ફરી સત્તા પર આવશું.’સોનીયા ગાંધીએ ઈન્ડિયા ટૂડે કોન્ક્લેવમાં આ કહ્યું હતું.

સોનિયા ગાંધીએ કહ્યું કે, 2014માં કૉગ્રેસની હારનું સૌથી મોટું કારણ એ હતું કે તે જનતા સાથે સારી રીતે સંવાદ નથી કરી શકી. તેમણે કહ્યું, “અમે યૂપીએ સમયે સારુ કામ કર્યું હતું પણ પોતાની ઉપલબ્ધિઓને જનતા સુધી પહોંચાડવા નિષ્ફળ રહ્યાં. ત્યાં ભાજપે બાજી મારી લીધી, ભાજપે પ્રજા સાથે સારો સંવાદ કર્યો, પોતાની સારી એવી માર્કેટિંગ કરી જેના કારણે જીતવામાં સફળ રહ્યું.”

સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું, “હું એક કૉંગ્રેસ મહિલા શું. મારું માનવું છે કે સમાજને આગળ લાવવા માટે નીચલા તબ્બકાના લોકો સુધી વિકાસ ખુબજ જરૂરી છે. દેશમાં ધનકુબેરોને ચૂપચાપ રૂપિયા આપી દેવામાં આવ છે પણ ગરીબના વિકાસ માટે બજેટ ફાળવતી વખતે ઊહાપોહ મચી જાય છે. સત્તામાં બેલેન્સ ગવર્નમેન્ટ હોવી જાઈએ, જે દરેક વર્ગના લોકોનો વિકાસ કરી શકે.”

મોદી સરકાર પર પ્રહાર કરતા કહું કે, “મને નારા અને જુમલા પસંદ નથી. અમે પ્રજાને ખોટું નથી બોલતા. અમે એવા કોઈ વાયદા નથી કરતા, જે પૂરા ન કરી શકાય. જૂના વાયદા પૂરા કર્યા વગર ભાજપ આજે પણ દરરોજ નવા નવા વાયદા કરી રહી છે.”

First Published: Friday, 9 March 2018 4:36 PM

ટોપ ફોટો

નિદાહાસ ટ્રોફીઃ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ, બની શકે છે અનેક રેકોર્ડ
સુરતઃ 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા, જાણો ક્યાંથી મળ્યા હીરા
બાંગ્લાદેશના બે ખેલાડીને ICCએ કેમ ફટકારી સજા, જાણો શું છે મામલો
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની