બિહારમાં CM નીતિશ કુમારના કાફલા પર પથ્થરમારો, કેટલાક સુરક્ષાકર્મીઓ ઘાયલ

By: abpasmita.in | Last Updated: Friday, 12 January 2018 4:20 PM
બિહારમાં CM નીતિશ કુમારના કાફલા પર પથ્થરમારો, કેટલાક સુરક્ષાકર્મીઓ ઘાયલ

નવી દિલ્લી: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલા પર કેટલાક સ્થાનિકોએ હુમલો કર્યો છે. બકસર જિલ્લામાં મુખ્યમંત્રી  કાફલા પર કેટલાંક ગ્રામીણોએ હુમલો કર્યો છે. નીતિશ કુમાર અહીં વિકાસ સમિક્ષા યાત્રા માટે આવ્યા હતા. આ હુમલામાં કેટલાક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.

મુખ્યમંત્રીના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.  તેઓને સુરક્ષિત રીતે અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યાં છે. પરંતુ આ ઘટનામાં કેટલાંક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયાં છે. ગ્રામીણો ઈચ્છતાં હતા કે મુખ્યમંત્રી નીતિશ કુમાર દલિત વિસ્તારની પણ મુલાકાત કરે. પરંતુ આ વાત અંગે સહમતી ન સધાતાં કેટલાંક નારાજ લોકોએ પથ્થરમારો કર્યો હતો.

મુખ્યમંત્રી નીતિશ કુમાર સુરક્ષિત રીતે રવાના થઈ ગયા છે. તેઓ 12 ડિસેમ્બરથી રાજ્યવ્યાપી મુલાકાતે છે. તેમની મુલાકાતનો હેતુ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિકાસ યોજનાઓની શું સ્થિતિ છે તે અંગેની હકિકત જાણવાનો છે.

First Published: Friday, 12 January 2018 4:20 PM

ટોપ ફોટો

IPL 2018માં પ્રિતી ઝિન્ટાનો આવો અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય, જુઓ તસવીરો
નોકરીની લાલચ આપી એસપી નેતાએ મારા પર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં વધુ એક પીડિતાનો નેતા પર આરોપ
સુરતઃ IT ઓફિસરની યુવાન પત્નીએ પુત્ર સાથે 12માં માળેથી લગાવી મોતની છલાંગ, જાણો વિગત
View More »

Related Stories

IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત
IPL-11: મુંબઇ સામે રાજસ્થાન રોયલ્સની ત્રણ વિકેટે રોમાંચક જીત

મુંબઇઃ રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વિકેટે હાર આપી હતી. ટોસ