IM આતંકી જુનૈદની ધરપકડ, બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદથી હતો ફરાર

By: abpasmita.in | Last Updated: Wednesday, 14 February 2018 4:22 PM
IM આતંકી જુનૈદની ધરપકડ,  બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદથી હતો ફરાર

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે મોસ્ટ વોન્ટેડ સંદિગ્ધ આતંકી જુનૈદની ધરપકડ કરી છે. જુનૈદના માથા પર 15 લાખ રૂપિયાનું ઇનામ હતું. આરોપ છે કે તે ઇન્ડિયન મુઝાહિદ્દીન સાથે જોડાયેલો છે. આરોપી બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદથી ફરાર હતો.

દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકી જુનૈદની ભારત-નેપાળ સરહદ પરથી ધરપકડ કરી હતી. જુનૈદ આરિજ તરીકે પણ ઓળખાય છે. તેના માથે પોલીસે 15 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતુ.

એક રિપોર્ટ પ્રમાણે, જુનૈદ બાટલા હાઉસ એન્કાઉન્ટમાં સામેલ હતો. આ દરમિયાન તે ફરાર થવામાં સફળ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં 2008માં બોમ્બ વિસ્ફોટમાં પણ તેની મોટી ભૂમિકા હતી. તે સિવાય જુનૈદ દિલ્હી, અમદાવાદ, ઉત્તરપ્રદેશ અને જયપુરમાં થયેલા વિસ્ફોટમાં પણ સામેલ રહ્યો હતો. આ કારણે તેના માથે એનઆઇએ તરફથી 10 લાખ અને દિલ્હી પોલીસ તરફથી તેના માથે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

આતંકી જુનૈદ આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીન સાથે પણ જોડાયો હોવાની વાત સામે આવી છે. જુનૈદ ઉત્તરપ્રદેશના આઝમગઢનો રહેવાસી છે. એનઆઇએની ટીમ અને અન્ય તપાસ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.

 

First Published: Wednesday, 14 February 2018 4:22 PM

ટોપ ફોટો

IND vs SA: આફ્રિકા પ્રવાસમાં તમામ મેચ રમનાર ક્રિકેટર બન્યો આ ગુજરાતી
કેપટાઉન T 20: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 173 રનનો આપ્યો લક્ષ્યાંક, શિખર ધવનના 47 રન
ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, T-20 સીરીઝ જીતી સાઉથ આફ્રિકામાં મચાવી ડબલ ધમાલ
View More »

Related Stories

આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ
આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે અંતિમ ટી-20 મેચ

નવી દિલ્હીઃ આજે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની ટી-20