NGTની ફટકાર બાદ જાગી સરકાર, 13 થી 17 નવેમ્બર ઓડ-ઈવન લાગુ

By: abpasmita.in | Last Updated: Thursday, 9 November 2017 5:38 PM
NGTની ફટકાર બાદ જાગી સરકાર, 13 થી 17 નવેમ્બર ઓડ-ઈવન લાગુ

નવી દિલ્લી: દિલ્લીમાં પ્રદુષણ પર કાબૂ મેળવવા માટે દિલ્લી સરકારે આગામી સોમવારથી શુક્રવાર એટલે 13થી 17 નવેંબર સુધી પાંચ દિવસ ઓડ-ઈવન ફોર્મૂલા લાગૂ કર્યો છે. આ યોજનાાં સીએનજી વાહનોને છૂટ આપવામાં આવી છે. વીવીઆઈપી કાર, ટેક્સી, પોલીસ વેન, એંબ્યૂલંસ ઓડ-ઈવન યોજનાથી બહાર રાખવામાં આવી છે.

દેશની રાજધાની દિલ્લીમાં ધુમ્મસના કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. નેશનલ ટ્રિબ્યૂનલમાં ગુરૂવારે સવારે પ્રદુર્ષણને લઈને સુનાવણી થઈ. સુનાવણીમાં NGTએ દિલ્લી સરકાર, એમસીડી અને પડોશી રાજ્યોને ફટકાર લગાવી છે. આ ઓડ ઈવનનનો ત્રીજો તબક્કો હશે.

સુનાવણી દરમિયાન NGTએ કહ્યુ કે તમે હોસ્પિટલ જઈ તપાસ કરો કે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમે લોકોની જીંદગી સાથે રમત કરી છે. NGTમાં પ્રદુર્ષણ મામલે આગામી સુનાવણી 14 નવેંબરે થશે.

દિલ્લી હાઈકોર્ટે પણ પ્રદુર્ષણ પર સખ્ત થયું છે. હાઈકોર્ટે પ્રદુર્ષણ પર પર્યાવરણ મંત્રાલયને આપાત બેઠક બોલાવવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું સરકાર ઓડ-ઈવન સ્કીમ બીજી વખત લાગૂ કરવા પર વિચાર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે દિલ્લી અને એનસીઆર વિસ્તારમાં સ્મોગના કારણે ધણી મુશ્કેલી થઈ રહી છે. પ્રદુર્ષણના જે માનક છે પીએમ 2.5 અને પીએમ 10 બંનેનું લેવલ 500ને પાર થયું છે.

 

 

 

First Published: Thursday, 9 November 2017 2:22 PM

ટોપ ફોટો

ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
કોંગ્રેસે અમદાવાદના કયા ચાર ઉમેદવારને ફોન કરીને ફોર્મ ભરવા આપી સૂચના, જાણો કોણ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, જાણો વિગત
View More »

Related Stories