દિલ્હીઃ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતાં લોકો સામે અભિયાન ચલાવતી મહિલાને નગ્ન કરી ફેરવી

By: abpasmita.in | Last Updated: Friday, 8 December 2017 11:49 AM
દિલ્હીઃ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતાં લોકો સામે અભિયાન ચલાવતી મહિલાને નગ્ન કરી ફેરવી

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી ફરી એક વખત શર્મસાર થઈ છે. મામલો દિલ્હીના નરેલા વિસ્તારનો છે. અહીંયા ગેરકાયદેસર દારૂના વેચાણ સામે અભિયાન ચલાવી રહેલી મહિલાના કપડાં ફાડી તેને નગ્ન કરીને જાહેરમાં દોઢ કિલોમીટર સુધી ફેરવવામાં આવી. આ મામલે દિલ્હી મહિલા આયોગે ડીસીપીને સમન્સ મોકલ્યું છે.

મહિલાના આરોપ મુજબ તેની સાથે મારપીટ કરવામાં આવી અને નગ્ન કરી ફેરવવામાં આવી. મહિલાએ કહ્યું કે, ‘તેઓ મને રોડ પર મારતા રહ્યા. હું કંઇ ન બોલી. મેં માત્ર એટલું જ કહ્યું કે, નશા સામે મેં અવાજ ઉઠાવ્યો છે. નશો બંધ થવો જોઈએ. અમારી કોલોનીમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને તે પણ પોલીસ બૂથની સામે. કોઈ બોલતું નથી અને મેં અવાજ ઉઠાવ્યો તો મને તેની સજા આપવામાં આવી.’

દિલ્હી મહિલા આયોગ સાથે મળીને મહિલા આ વિસ્તારમાં થતાં દારૂના ગેરકાયદેસર વેચાણ સામે અવાજ ઉઠાવતી હતી. 6 ડિસેમ્બરની રાતે ડીસીડબલ્યુની અધ્યક્ષ સ્વાતી માલીવાલે આ વિસ્તારમાં તેની ટીમે મળીને રેડ કરી હતી. જેમાં એક મહિલા શરાબ માફિયાના ઘરમાંથી 350 પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. જે બાદ આજે સવારે વિસ્તારની કેટલીક મહિલાઓ દ્વારા તેને ઘરમાંથી બહાર કાઢીને મારવામાં આવી અને કપડાં ફાડી નાંખવામાં આવ્યા. પોલીસે આ મામલે એફઆઇઆર નોંધી છે અને 2 મહિલાઓની અટકાયત કરી તેની પૂછપરછ કરી રહી છે.

પોલીસનું કહેવું છે કે, ‘મહિલાને નગ્ન કરીને ફેરવવાનો આરોપ ખોટો છે. આરોપી અને પીડિત પડોશમાં જ રહે છે. મહિલાને ફટકારનારાં પુરુષોમાં એક પણ પુરુષ સામેલ નહોતો. ગંભીર રીતે ઘાયલ થયા બાદ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.’

First Published: Friday, 8 December 2017 11:49 AM

ટોપ ફોટો

IPL 2018: પંજાબે દિલ્હીને જીતવા 144 રનનો આપ્યો ટાર્ગેટ, ગેલની ગેરહાજરીમાં પંજાબનો નબળો દેખાવ
IPL 2018: આ કારણે આજની મેચમાં ક્રિસ ગેલ નથી પંજાબની ટીમમાં, જાણો વિગત
ગર્લફ્રેન્ડ સાથે એક્સ વાઈફના પરિવારને લંચ પર લઈ ગયો અરબાઝ, ન જોવા મળી મલાઈકા અરોરા
View More »

Related Stories