નોટબંધીનું એક વર્ષઃ મોદીએ લોકોને કર્યા નમન, રાહુલે યાદ કરાવ્યા આંસુ

By: abpasmita.in | Last Updated: Wednesday, 8 November 2017 11:04 AM
નોટબંધીનું એક વર્ષઃ મોદીએ લોકોને કર્યા નમન, રાહુલે યાદ કરાવ્યા આંસુ

નવી દિલ્હીઃ નોટબંધીને આજે  એક વર્ષ પુરુ થવા પર કેન્દ્ર સરકાર અને કોગ્રેસ સામસામે આવી ગયા છે. વડાપ્રધાન મોદીએ બુધવારે સવારે નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો અને સાથ આપવા બદલ લોકોનો આભાર માન્યો હતો. જ્યારે કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીને ત્રાસદી ગણાવી હતી. વડાપ્રધાન મોદીએ ‘બ્લેકમની વિરોધ દિવસ’ના હેશટેગ સાથે ટ્વિટ કર્યું હતું કે, બ્લેકમની અને ભ્રષ્ટાચાર નષ્ટ કરવા માટે સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા સખ્ત પગલાઓનું સમર્થન કરવા બદલ ભારતવાસીઓને હું નમન કરું છું.

વડાપ્રધાન મોદીએ નોટબંધીના ફાયદા ગણાવતા એક શોર્ટ ફિલ્મ ટ્વિટ કરી હતી. આ વીડિયોમાં નોટબંધીને ગરીબો અને ઇમાનદારોના પક્ષમાં ગણાવતા કહ્યું કે, 1000 અને 500 જૂના નોટ બંધ થવાથી ગરીબો અને ઇમાનદાર લોકોની ઉંઘ હરામ થઇ નહોતી. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધીને કારણે દેશમાં જમા બ્લેકમની બેન્કોમાં પાછી ફરી છે અને આજે સરકાર પાસે તેમના માલિકોના નામ, સરનામા અને ફોટા છે.

બીજી તરફ કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારના આ પગલાને ત્રાસદી ગણાવ્યું હતું. રાહુલે ટ્વિટ કર્યું કે, નોટબંધી એક ત્રાસદી હતી. અમે એ લાખો ઇમાનદાર ભારતીયોની સાથે છીએ જેનું જીવન અને આજીવિકા વડાપ્રધાનના અવિચારી પગલાને કારણે બરબાદ થયું છે. સાથે રાહુલે બીજા ટ્વિટમાં કહ્યું કે, ‘એક આંસૂ ભી હકુમત કે લિયે ખતરા હૈ, તુમને દેખા નહીં આંખો કા સમંદર હોના.’

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને ગયા વર્ષે આઠ નવેમ્બરના રોજ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરી દીધી હતી. નોટબંધીના એક વર્ષ પૂરા થવા પર બીજેપી આજે દેશભરમાં બ્લેકમની વિરોધી દિવસ મનાવી રહી છે.

 

First Published: Wednesday, 8 November 2017 11:04 AM

ટોપ ફોટો

આજે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારના લગ્ન, પ્રભુતામાં પાડશે પગલા
ગેસ વિવાદ મુદ્દે હાઈ કોર્ટે મુકેશ અંબાણીને આપ્યો ઝાટકો, જાણો શું કહ્યું....
ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે વીરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
View More »

Related Stories

IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ
IND Vs SL: શ્રીલંકા સામેની પ્રથમ મેચ ડ્રો, ભૂવનેશ્વરની 8 વિકેટ

કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના

57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર, જાણો કોણ છે ક્રિકેટર
57 સિક્સર, 27 ચોગ્ગા સાથે બનાવ્યો વનડે ક્રિકેટનો સૌથી હાઈએસ્ટ સ્કોર,...

નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના 20 વર્ષના ક્રિકેટર શેન ડેડ્સવેલે ક્લબ મેચ

LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ
LIVE Ind Vs SL: શિખર ઘવન, રાહુલની શાનદાર બેટિંગ, કોલકતા મેચ ડ્રો તરફ

કોલકતા:  વરસાદથી પ્રભાવિત કોલકાતા ટેસ્ટ મેચ હાલમાં ડ્રો તરફ જતી નજર આવી રહી