રાહુલ ગાંધીએ કહ્યું- 'જો હું PM હોત તો નોટબંધીનો પ્રસ્તાવ કચરાપેટીમાં ફેંકી દેત'

By: abpasmita.in | Last Updated: Sunday, 11 March 2018 9:48 AM
રાહુલ ગાંધીએ કહ્યું- 'જો હું PM હોત તો નોટબંધીનો પ્રસ્તાવ કચરાપેટીમાં ફેંકી દેત'

સિંગાપોરઃ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિંગાપોરમાં જણાવ્યું હતું કે, નોટબંધી એક સારો નિર્ણય નહોતો. જો હું દેશનો વડાપ્રધાન હોત તો નોટબંધીનો પ્રસ્તાવ કચરાપેટીમાં નાખી દીધો હોત. રાહુલ ગાંધી દક્ષિણ એશિયાના પાંચ દિવસના પ્રવાસ પર છે. આજે તેમણે મલેશિયાની યાત્રા શરૂ કરી હતી જ્યાં તેમણે કુઆલામ્પુરમાં ભારતીય લોકો સાથે વાતચીત કરી હતી.

રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે, તે નોટબંધીને કેવી રીતે અલગ રીતે લાગુ કરતા. જેના પર ગાંધીએ કહ્યું કે, જો હું વડાપ્રધાન હોત અને કોઇએ મને નોટબંધીનો પ્રસ્તાવ રજૂ કર્યો હોત તો મેં તે પ્રસ્તાવને કચરાપેટીમાં ફેંકી દીધો હોત. કારણ કે નોટબંધી કોઇ માટે સારી વાત નથી.

કોગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધી સંબંધિત એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. નોંધનીય છે કે નોટબંધીનો કોગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ ખૂબ વિરોધ કર્યો હતો. મહિલા સશક્તિકરણ પર એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મહિલા સશક્તિકરણ માટે સમાનતા પુરતી નથી. મહિલાઓ પ્રત્યે સમાજમાં જે રીતે પક્ષપાત છે જેથી પુરુષોની તુલનામાં મહિલાઓને વધુ મદદ કરવાની જરૂર છે. હું મહિલાઓને પુરુષ સમકક્ષ નથી માનતો પરંતુ તેનાથી વિશિષ્ટ માનું છું.  મારુ માનવું છે કે પશ્વિમ સમાજ સહિત તમામ સમાજોમાં મહિલાઓ પ્રત્યે પક્ષપાતી વિચાર છે. આ વિચારને સુધારવાની જરૂર છે અને આ માટે સમાનતા પુરતી નથી.

First Published: Sunday, 11 March 2018 9:48 AM

ટોપ ફોટો

નિદાહાસ ટ્રોફીઃ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ, બની શકે છે અનેક રેકોર્ડ
સુરતઃ 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા, જાણો ક્યાંથી મળ્યા હીરા
બાંગ્લાદેશના બે ખેલાડીને ICCએ કેમ ફટકારી સજા, જાણો શું છે મામલો
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની