ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી, અમેરિકન ટેરિફ મુજબ નહિ ચાલવા બદલ જવાબી ટેક્સ લાગશે

By: abpasmita.in | Last Updated: Saturday, 10 March 2018 8:38 AM
ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી, અમેરિકન ટેરિફ મુજબ નહિ ચાલવા બદલ જવાબી ટેક્સ લાગશે

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતન અને ચીનને ધમકી આપતા કહ્યું જો અમેરિકી સામાનો પર ટેક્સ ઓછો નહી કરવામાં આવે તો તેમણે વળતો ટેક્સ લાદવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું બીજા દેશોના આયાતિ સામાન પર ખૂબ ઓછો ટેક્સ લગાવવામાં આવે છે, પરંતુ બીજા દેશો અમારા સામાન પર ટેક્સ વધારે લગાવે છે. ટ્રમ્પે ધમકી આપતા કહ્યું બીજા દેશો ટેક્સ ઓછો નહી કરે તો અમે પણ વળતો ટેક્સ લગાવશું.

ભારતમાં હાર્લી ડેવિડસન બાઈક પર લગાવવામાં આવેલી 50 ટકા જકાતથી અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ભારે ગિન્નાયા છે અને તાજેતરના આ અંગે ઘણી વખત બોલ્યા પણ છે. હર્લી ડેવિડસન અમેરિકાની કંપની છે અને ભારતમાં આ બાઈકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

ટ્રમ્પે વારંવાર એ વાત પર ભાર આપ્યો કે, ભારતથી આયાત થતી બાઈકો પર શૂન્ય વેરો વસુલ લેવાય છે. તેમણે કહ્યું કે, ‘જો અમારી પર ભારત 75 ટકા અને ચીન 25 ટકા ડ્યુટી લાદશે તો અમે પણ તેના વળતા જવાબમાં ડ્યુટી લાદીશું.’ જેવી રીતે તેમણે કેનેડા અને મેક્સિકો સિવાયના દેશોના એલ્યુમિનિયમ પર 10 ટકા અને સ્ટીલ પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘તેઓ 25, 50 અથવા 75 ટકા ડ્યુટી લાદે છે તો અમે પણ એટલી જ ડ્યુટી લાદીશું. આને પારસ્પરિક કહેવાય છે. એટલે જો તે અમારી પર 50 ટકા ચાર્જ કરશે તો તેમની પર પણ 50 ટકા ચાર્જ કરાશે.’ અમેરિકાના રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના વહીવટીના પ્રથમ વર્ષમાં જ પરસ્પર વેરાનું માળખું તૈયાર કર્યું છે. અન્ય દેશોએ અમેરિકાની કંપની સાથે યોગ્ય વ્યવહાર કર્યો નથી.

First Published: Saturday, 10 March 2018 8:38 AM

ટોપ ફોટો

નિદાહાસ ટ્રોફીઃ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ, બની શકે છે અનેક રેકોર્ડ
સુરતઃ 20 કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા, જાણો ક્યાંથી મળ્યા હીરા
બાંગ્લાદેશના બે ખેલાડીને ICCએ કેમ ફટકારી સજા, જાણો શું છે મામલો
View More »

Related Stories

નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું ફાઈનલમાં, 18મીએ ભારત સાથે ટકરાશે
નિદાહાસ ટ્રોફી: શ્રીલંકાને બે વિકેટે હરાવી બાંગ્લાદેશ પહોચ્યું...

કોલંબો: બાંગ્લાદેશ અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રાઈ સીરીઝની