કાર્તિ ચિદમ્બરમના ઘર પર દરોડા બાદ પી ચિદમ્બરમે કહ્યું- ‘EDને કંઈ ન મળ્યું’

By: abpasmita.in | Last Updated: Saturday, 13 January 2018 12:46 PM
કાર્તિ ચિદમ્બરમના ઘર પર દરોડા બાદ પી ચિદમ્બરમે કહ્યું- ‘EDને કંઈ ન મળ્યું’

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદંબરમના ઠેકાણા પર આજે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દિલ્હી અને ચેન્નાઈમાં કાર્તિના ઘર પર પાડવામાં આવ્યા છે. દરોડા બાદ તેના પિતા પી ચિદમ્બરે કહ્યું કે, ઈડીને આ દરોડામાં કંઈ મળ્યું નથી. એરસેલ-મેક્સિસ ડીલમાં ચાલી રહેલી તપાસમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.

ઇડીએ દિલ્હીના જંગપુરા સ્થિત કાર્તિ ચિદંબરમના ઘર પર દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દરોડા દરમિયાન પી.ચિદંબરમ હાજર હતા. ઉલ્લેખનીય છે કે કાર્તિ ચિદંબરમને 11 જાન્યુઆરીએ 2જી કૌભાંડ સાથે જોડાયેલા એરસેલ મૈક્સિસ  ડીલ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઇડીએ કાર્તિની દિલ્હી અને ચેન્નઇ સ્થિત સંપત્તિઓ જપ્ત કરી હતી.  તપાસમાં  જાણવા મળ્યું કે, એરસેલ મૈક્સિસ કેસમાં FIPBનું અપ્રૂવલ પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમ દ્ધારા આપવામાં આવ્યું હતું. એવામાં આ મામલે ઇડી પી.ચિદંબરમની પૂછપરછ કરી શકે છે.

નોંધનીય છે કે વર્ષ 2006માં મલેશિયાની કંપની મૈક્સિસ તરફથી એરસેલમાં 100 ટકા ભાગીદારીને મંજૂરી આપવા મામલે ચિદંબરમ પર અનિયમિતાઓ આચરવાનો આરોપ છે. કાર્તિ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ પણ છે.

First Published: Saturday, 13 January 2018 12:46 PM

ટોપ ફોટો

ગુજરાતના રાજકારણમાંથી બેનની વિદાય, બન્યા MPના ગવર્નર, જાણો રાજકીય સફર
WhatsAppનું બિઝનેસ એપ થયું લોન્ચ, જાણો તેના ફિચર્સ
કડવાશ ભૂલી સાથે ડિનર કરતા જોવા મળ્યા કેજરીવાલ અને અરૂણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ
View More »

Related Stories

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના...

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના

મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ
મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ

અમદાવાદ: પંચમહાલના મોરવા હડફના ધારાસભ્ય ભુપેંદ્ર ખાંટનું આદિવાસીનું