મુંબઇઃ કાંદિવલી વિસ્તારમાં શિવસેનાના નેતાની હત્યા

By: abpasmita.in | Last Updated: Monday, 8 January 2018 8:40 AM
મુંબઇઃ કાંદિવલી વિસ્તારમાં શિવસેનાના નેતાની હત્યા

મુંબઇઃ મુંબઇના કાંદિવલી વિસ્તારમાં શિવસેનાના પૂર્વ કોર્પોરેટરની હત્યા કરવામાં આવી છે. રાત્રે 11 વાગ્યે બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ શિવસેનાના પૂર્વ કોર્પોરેટર અશોક સાવંત પર હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સાવંતને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ બચી શક્યા નહોતા.

એક રિપોર્ટ પ્રમાણે, જ્યારે સાવંત પર હુમલો થયો ત્યારે તેઓ ઘરથી 200 મીટર દૂર હતા. પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કર્યું હતું અને ફોરેન્સિક માટે સેમ્પલ એકઠા કર્યા હતા. હત્યા પાછળ શું કારણ તેની પોલીસ તપાસ કરી રહી છે. આ હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં  તણાવની સ્થિતિ છે. પોલીસે હુમલાખોરો વિરુદ્ધ કેસ નોંધી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
 

First Published: Monday, 8 January 2018 8:40 AM

ટોપ ફોટો

અમદાવાદ: 'પદ્માવત'ના વિરોધમાં તોડફોડ-આગચંપી, ટોળાને કાબૂમાં લેવા પોલીસનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
‘વડનગર સામે વડગામ મોડલ ઉભું કરીશ’, શપથ લીધા પછી જીજ્ઞેશ મેવાણીએ કર્યું બીજું શું એલાન?
રાજ્યની કઈ 75 નગરપાલિકાઓમાં થશે મતદાન? જાણો તેમના નામ
View More »

Related Stories

અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી આગચંપી,જુઓ વીડિયો
અમદાવાદ: ‘પદ્માવત’ના વિરોધમાં તોડફોડ, અજાણ્યા શખ્સોએ વાહનોમાં કરી...

અમદાવાદ: પદ્માવત ફિલ્મની આગ અમદાવાદમાં જોવા મળી છે.  પદ્માવત ફિલ્મનો વિરોધ