મુંબઈના ડૉમેસ્ટિક એરપોર્ટ પર લાગી આગ, કોઈ જાનહાનિ નહી

By: abpasmita.in | Last Updated: Saturday, 13 January 2018 4:41 PM
મુંબઈના ડૉમેસ્ટિક એરપોર્ટ પર લાગી આગ, કોઈ જાનહાનિ નહી

મુંબઈ: મુંબઈના ડોમેસ્ટિક એરપોર્ટના નવ નંબરના ગેટ પર આગ લાગી હતી, આગ લાગવાની ઘટનાને કારણે આઠ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગના કારણે કોઈ જાનહાનિ થઈ હોવાની ખબર સામે નથી આવી. અધિકારીઓએ જણાવ્યું કે આગના કારણે થોડા સમય માટે પરિસ્થિતિ વણસી હતી પરતું ત્યારબાદ જલ્દીથી તેના પર કાબૂ મેળવી લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ત્રણ વોટર જેટ સાથે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાના કારણે ફ્લાઈટ પર કોઈ અસર નથી પડી. જે લોંજમાં આગ લાગી તે ટર્મિનલ બિલ્ડિંગથી થોડુ દૂર છે. જેના કારણે કોઈ મુશ્કેલી નથી થઈ અને ફ્લાઈટ પર કોઈ અસર નથી થઈ.

First Published: Saturday, 13 January 2018 4:41 PM

ટોપ ફોટો

ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
PNB કૌભાંડઃ નીરવ મોદી સામે હોંગકોંગની કોર્ટમાં બેંકે દાખલ કરી અરજી, જાણો વિગત
વિરાટે શેર કરી અનુષ્કાની તસવીર, પ્રશંસામાં કઈંક લખ્યું આમ
View More »

Related Stories