આજે દેશમાં જે પણ ચાલી રહ્યું છે તે દેશહિતમાં નથી: પૂર્વ ચીફ જસ્ટિસ ખેહર

By: abpasmita.in | Last Updated: Friday, 12 January 2018 5:26 PM
આજે દેશમાં જે પણ ચાલી રહ્યું છે તે દેશહિતમાં નથી: પૂર્વ ચીફ જસ્ટિસ ખેહર

આજે જે પણ દેશમાં ચાલી રહ્યું છે તે દેશ હિતમાં નથી: પૂર્વ ચીફ જસ્ટિસ ખેહર

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જેએસ ખેહરે વર્તમાન સમયમાં ચાલી રહેલી વસ્તુઓને દેશના હિતો વિરુદ્ધ ગણાવી છે. દિલ્લીમાં એક કાર્યક્રમમાં ખેહરે સવાલ કરતા કહ્યું કે ભારતને જો વિશ્વ શક્તિ બનાવવું છે તો આજે દુનિયામાં કોઈ સાંપ્રદાયિક બની રહી શકે છે? ખેહરે જણાવ્યું કે તેમણે અયોધ્યા મામલે શાંતિપૂર્ણ સમાધાન પર મધ્યસ્થતાની પેશકશ શા માટે કરી હતી.

પૂર્વ ચીફ જસ્ટિસ જેએસ ખેહરે ધર્મ, ધર્મનિરપેક્ષતા, નોટબંધી અને ભ્રષ્ટાચાર જેવા તમામ મુદ્દા પર પોતાના વિચાર રજૂ કર્યા હતા જેનો દેશ સામનો કરી રહ્યો છે.

જસ્ટિસ ખેહરે કહ્યું કે આઝાદી બાદ ભારતે સંપૂર્ણ રીતે ધર્મનિરપેક્ષ બનવાનો માર્ગ અખત્યાર કર્યો હતો. ભાગલાના સમયે હિંદુ અને મુસલમાન બન્ને દેશો જબરજસ્ત હિંસાના શિકાર બન્યા હતા. તે એવી ક્રૂરતાથી હતી કે જેને પેઢી ભુલી શકતી નથી. આઝાદી મળ્યા બાદ જ્યાં પાકિસ્તાન ઈસ્લામિક રાષ્ટ્ર બની ગયું ત્યાં ભારતે ધર્મનિરેપક્ષ બનવાનું પંસદ કર્યું.

તેમણે કહ્યું કે, ‘ભારતના નેતાએ આ સુનિશ્ચિત કર્યું હતું કે દેશમાં પૂર્ણ ધર્મનિરપેક્ષતા હોવી જોઈએ.’ પૂર્વ મુખ્ય જસ્ટિસે કહ્યું કે આપણે તેને ભૂલી ગયા છે. આપણે ફરી જેવા સાથે તેવાના રસ્તા પર ચાલી રહ્યા છે.

First Published: Friday, 12 January 2018 5:26 PM

ટોપ ફોટો

ગુજરાતના રાજકારણમાંથી બેનની વિદાય, બન્યા MPના ગવર્નર, જાણો રાજકીય સફર
WhatsAppનું બિઝનેસ એપ થયું લોન્ચ, જાણો તેના ફિચર્સ
કડવાશ ભૂલી સાથે ડિનર કરતા જોવા મળ્યા કેજરીવાલ અને અરૂણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ
View More »

Related Stories

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના...

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના

મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ
મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ

અમદાવાદ: પંચમહાલના મોરવા હડફના ધારાસભ્ય ભુપેંદ્ર ખાંટનું આદિવાસીનું