મુખ્ય ન્યાયાધિશ દિપક મિશ્રા પર સુપ્રીમ કોર્ટના 4 જજે શું લગાવ્યા આરોપ, જાણો વિગત

By: abpasmita.in | Last Updated: Friday, 12 January 2018 8:36 PM
મુખ્ય ન્યાયાધિશ દિપક મિશ્રા પર સુપ્રીમ કોર્ટના 4 જજે શું લગાવ્યા આરોપ, જાણો વિગત

નવી દિલ્હીઃ દેશના ઇતિહાસમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના જસ્ટિસે પત્રકાર પરિષદ સંબોધી હતી. સુપ્રીમ કોર્ટના સૌથી સીનિયર ચાર જજ જસ્ટિસ જે ચલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પ્રેસ કોન્ફરન્સ સંબોધી કેસની ફાળવણી સહિત ઘણાં આરોપો લગાવ્યા છે.  તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં બધુ યોગ્ય ચાલી રહ્યું નથી અને અનિયમિતતાઓને લઇને તેમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સમક્ષ પોતાની વાત રાખી હતી પરંતુ તેમની વાત સાંભળવામાં આવી નથી.

જસ્ટિસ જે ચલમેશ્વરે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં પ્રશાસન યોગ્ય રીતે નથી ચાલી રહ્યું. અમારી સંસ્થા અને દેશ પ્રતિ જવાદારી છે અને અમે ચીફ જસ્ટિસને સુધારાત્મક પગલા લેવા માટે મનાવવાના પ્રયાસ કર્યા, અને તેમને પત્ર પણ લખ્યો પરંતુ અમારા પ્રયાસ નિષ્ફળ રહ્યા. જસ્ટિસ ચલમેશ્વરે દાવો કર્યો કે જો સંસ્થાને નહીં બચાવવામાં આવે તો દેશમાં લોકતંત્ર ખતમ થઈ જશે

સુપ્રીમ કોર્ટના ચાર જજો દ્વારા મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાને લખેલા પત્રના કેટલાંક અંશ…

  • મુખ્ય ન્યાયાધિશ દિપક મિશ્રા આ પંરપરાથી બહાર જઈ રહ્યા છે, જેના હેઠળ અમુક મહત્વપૂર્ણ નિર્ણય સામૂહિક રીતે લેવામાં આવે છે.
  • ચીફ જસ્ટિસ કેસોની ફાળવણીમાં પણ નિયમોનું પાલન નથી કરી રહ્યા.
  • સુપ્રીમ કોર્ટની અંખડિતતાને પ્રભાવિત કરનાર મહત્વના કેસ ચિફ જસ્ટિસ કોઈ પણ કારણ વગર તેમની પસંદગીને બેન્ચને સોંપી દે છે. જેના કારણે સંસ્થાની છબી ખરાબ થાય છે. અમે વધારે કેસનો હવાલો નથી આપી રહ્યા.
  • સુપ્રીમ કોર્ટના કોલેજિયમએ ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ કેએમ જોસેફ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઈંદુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટમાં જજની નિયુક્તિ કરવાની ભલામણ મોકલી છે.
  • જસ્ટિસ કે.એમ જોસેફે જ હાઈકોર્ટમાં રહીને 21 એપ્રિલ, 2016માં ઉત્તરાખંડમાં હરી રાવતની સરકારને હટાવીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાના નિર્ણયને રદ કર્યો હતો.
  • ઈંદુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટમાં વકિલમાંથી સીધા જજ બનનાર પ્રથમ મહિલા જજ બનશે, જ્યારે સુપ્રીમ કોર્ટેમાં હાલ જસ્ટિસ આર ભાનુમતિ પછી તેઓ બીજા મહિલા જજ બનશે.
  • સુપ્રીમ કોર્ટમાં નક્કી 31 પદોમાં હાલ 25 જજ છે. એટલે કે 6 જજના પદ ખાલી છે

 

First Published: Friday, 12 January 2018 8:36 PM

ટોપ ફોટો

ગુજરાતના રાજકારણમાંથી બેનની વિદાય, બન્યા MPના ગવર્નર, જાણો રાજકીય સફર
WhatsAppનું બિઝનેસ એપ થયું લોન્ચ, જાણો તેના ફિચર્સ
કડવાશ ભૂલી સાથે ડિનર કરતા જોવા મળ્યા કેજરીવાલ અને અરૂણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ
View More »

Related Stories

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના...

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના

મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ
મોરવા હડફના ધારાસભ્ય ભૂપેંદ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર રદ્દ

અમદાવાદ: પંચમહાલના મોરવા હડફના ધારાસભ્ય ભુપેંદ્ર ખાંટનું આદિવાસીનું