શ્રીનગરમાં GST કાઉન્સિલની બેઠક પૂર્ણ, 3,જૂનના રોજ નક્કી થશે ગોલ્ડ પર ટેક્સ રેટ

By: abpasmita.in | Last Updated: Friday, 19 May 2017 6:04 PM
શ્રીનગરમાં GST કાઉન્સિલની બેઠક પૂર્ણ, 3,જૂનના રોજ નક્કી થશે ગોલ્ડ પર ટેક્સ રેટ

નવી દિલ્હીઃ દેશના ઇતિહાસના સૌથી મોટા ટેક્સ સુધાર ગણાતા ગુડ્સ એન્ડ ટેક્સ કાઉન્સિલની બેઠકમાં  સ્વાસ્થ્ય સેવા અને શિક્ષણને છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્ય છે. શ્રીનગરમાં યોજાયેલી કાઉન્સિલની બેઠક પૂર્ણ થઇ ગઇ છે અને હવે 3,જૂનના રોજ યોજાનારી આગામી બેઠકમાં સોના  પર લાગનારા ટેક્સ રેટ નક્કી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલની આ મહત્વની બેઠકમાં 80થી 90 ટકા વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ રેટ નક્કી કરી દેવામાં આવ્યો છે. બેઠકના પ્રથમ દિવસે કાઉન્સિલે 1211 વસ્તુઓ પર ટેક્સ રેટ નક્કી કર્યો હતો. તમામ ઉત્પાદનોને 5, 12, 18 અને 28 ટકા ટેક્સ ઢાંચામાં રાખવામાં આવ્યા છે. ફોન બીલ પર 18% જીએસટી લાગશે. સિનેમા હોલ્સ, સટ્ટો, રેસકોર્સ પર 28% ટેક્સ લાગશે. અનાજ, દૂધ, ફળ, શાકભાજી પર કોઈ ટેક્સ નહીં લાગે.

કાઉન્સિલમાં કોલસા પર ટેક્સને 11.69 ટકાથી ઘટાડીને 5 ટકા, મિઠાઇ પર 5, ટુથપેસ્ટ અને સાબુ જેવા ઉત્પાદનો પર 18 ટકા ટેક્સ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે ચા, કોફી, ખાંડ અને ખાવાના તેલ પર પાંચ ટકા ટેક્સ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી લાગુ કરવાનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. મોટાભાગની સર્વિસ 12 થી 18 ટકાના સ્લેબમાં આવશે.

First Published: Friday, 19 May 2017 6:04 PM

ટોપ ફોટો

જાણો પહેલા વીકએન્ડમાં સલમાનની ટ્યૂબલાઈટે કેટલી કરી કમાણી
વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સી પહેરીને બેટિંગ કરી યુવરાજે, જાણો પછી શું થયું
ટ્રમ્પ રાજમાં ઇફ્તાર પાર્ટી બંધ, વ્હાઈટ હાઉસમાં તૂટી 20 વર્ષ જૂની પરંપરા
View More »

Related Stories

સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં મોત
સુપર સ્ટાર રવિ તેજાનો ભાઈ અને અભિનેતા ભરત તેજાનું રોડ અકસ્માતમાં...

  નવી દિલ્લી: તેલગુ ફિલ્મોમાં સુપરસ્ટાર રવિ તેજાનો ભાઈ ભૂપતિરાજૂ ભરત

મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો, પોલીસને આત્મહત્યાની શંકા
મુંબઈમાં ભોજપુરી અભિનેત્રીનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો,...

મુંબઈ: ભોજપુરી ફિલ્મ અભિનેત્રી અંજલિ શ્રીવાસ્તવનો મૃતદેહ મુંબઈના અંધેરી

Recommended