એક કલાક હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ખેડૂતોની સમસ્યા દૂર થશે, જાણો ભાજપના ક્યા મંત્રીએ આમ કહ્યું

By: abpasmita.in | Last Updated: Monday, 12 February 2018 9:53 PM
એક કલાક હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ખેડૂતોની સમસ્યા દૂર થશે, જાણો ભાજપના ક્યા મંત્રીએ આમ કહ્યું

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચૂંટણી નજીક આવતાં જ વિવાદાસ્પદ નિવેદનો શરૂ થઈ ગયા છે. પૂર્વ બીજેપી ધારાસભ્ય રમેશ સક્સેનાએ કહ્યું કે, વિજ્ઞાનિકોના કહેવા મુજબ આગામી 4 થી 5 દિવસો સુધી પ્રાકૃતિક પ્રકોપ રહેશે. કરા અને વરસાદ પણ પડશે. જો તેનાથી બચવું હોય તો દરેક ખેડૂતે દરરોજ 1 કલાક હનુમાન ચાલીસા વાંચવી પડશે.

તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, મારો એવો દાવો છે કે જો આગામી પાંચ દિવસો સુધી દરેક ગામમાં એક કલાક સુધી હનુમાન ચાલીસાનો પાઠ તમે લોકો કરશો તો કુદરતી આફતમાંથી બચી જશો. તેથી મારી ફરી એક વખત યુવા સાથીઓને વિનંતી છે કે દરરોજ એક કલાક પાંચ દિવસ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરો.

મધ્ય પ્રદેશમાં ખેડૂતો તેમની સમસ્યાને લઇ પહેલાથી જ પરેશાન છે. રાજ્યના દરેક ખૂણામાં કોઇને કોઇ ખેડૂતો ખેતીમાં નુકસાનના કારણે આત્મહત્યા કરી લે છે. આ સંજોગોમા પૂર્વ ધારાસભ્યનું આ નિવેદન ગુસ્સાનું કારણ બની શકે છે.

First Published: Monday, 12 February 2018 9:53 PM

ટોપ ફોટો

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
હોન્ડાએ આ બાઇકનું માત્ર 5000 રૂપિયામાં શરૂ કર્યું પ્રી બુકિંગ, 140 kg છે વજન, જાણો ફીચર્સ
ચાર બંગડીવાળી કાર કંપની લોન્ચ કરશે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, જાણો ફીચર્સ
View More »

Related Stories

INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત,  ભુવનેશ્વર કુમારની 5 વિકેટ
INDvsSA: પ્રથમ ટી-20માં ભારતની 28 રને જીત, ભુવનેશ્વર કુમારની 5 વિકેટ

જોહનિસબર્ગઃટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે જ્હોનિસબર્ગના વાંડરર્સ