હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી: 74 ટકાથી વધુ થયું મતદાન, 18 ડીસેમ્બરે આવશે પરિણામ

By: abpasmita.in | Last Updated: Thursday, 9 November 2017 11:44 PM
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી: 74 ટકાથી વધુ થયું મતદાન, 18 ડીસેમ્બરે આવશે પરિણામ

નવી દિલ્લી: હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ પૂરુ થયું છે. સાંજે પાંચ વાગ્યે સુધી ચાલેલા મતદાનમાં 74 ટકા મતદાન થયું છે. ચૂંટણી આયોગે ગત વિધાનસભાની ચૂંટણી અને લોકસભા ચુંટણી કરતા વધારે મતદાન થયું હોવાનું જણાવ્યું છે. નાયબ ચૂંટણી કમિશનર સંદીપ સક્સેનાએ જાણકારી આપતા કહ્યું કે,  હિમાચલ પ્રદેશની કુલ 68 સીટો પર શાંતિપૂર્વક મતદાન થયું છે. જેનું પરિણામ 18 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

સંદીપ સક્સેનાએ જણાવ્યું કે સવારે 8 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જે સાંજે 5 વાગ્યે પૂર્ણ થઈ હતી. લગભગ 500 મતદાન કેન્દ્ર હતા. તેમણે કહ્યું કે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં 73.51 ટકા મતદાન થયું હતું. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં 64.45 ટકા મતદાન થયું હતું.

સક્સેનાએ જણાવ્યું કે, મતદાન વખતે ટેકનીકલી ખામીના કારણે કેટલીક ફરિયાદો પણ આવી અને 297 ઈવીએમ બદવું પડ્યું તો ક્યાક મતદારોને તેના કારણે મુશ્કેલી વેઠવી પડી.

હિમાચલમાં કૉગ્રેસ પાર્ટી તરફથી સાતમી વખત સીએમના ઉમેદવાર બનાવવામાં આવેલા વીરભદ્ર 6 વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 83 વર્ષના વીરભદ્ર સિંહ આઠ વખત વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે. જ્યારે ભાજપે તરફથી પ્રેમ કુમાર ધૂમલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે.

First Published: Thursday, 9 November 2017 11:43 PM

ટોપ ફોટો

ભાજપે ટિકિટ કાપતાં ક્યા ધારાસભ્યે લખ્યું: મારૂં એસેસમેન્ટ કરાયેલું કે સોપારી આપીને રાજકીય હત્યા?
પાટીદારોને OBC સ્ટેટસ આપી અનામતનો લાભ આપવાની દિશામાં ભરાયું મોટું કદમ, જાણો કઈ કામગીરી થઈ શરૂ ?
કોંગ્રેસે અમદાવાદના કયા ચાર ઉમેદવારને ફોન કરીને ફોર્મ ભરવા આપી સૂચના, જાણો કોણ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, જાણો વિગત
View More »

Related Stories